________________
कानजीस्वामि-अभिनन्दन ग्रंथ लिया
સંપ્રદાયમાં પૂ. ગુરુદેવના અનેક ભકતે અને પ્રશંસકો હતા, તેઓમીથી સંપ્રદાય ગૌરવ અનુભવતે અને પિતાના સંપ્રદાયમાં આવો હીરો પામે છે તે ખ્યાલે સંપ્રદાયના ઘણા આગ્રહી લોકો પતાને અને સંપ્રદાયને ભાગ્યશાળી માનતા. તેઓશ્રીએ જયારે સંપ્રદાયને ત્યાગ કરી સેનગઢને એકાંતવાસ સ્વીકાર્યો ત્યારે સંપ્રદાયના એક આગ્રહી મિત્રે દર્દભર્યા શબ્દમાં મને કહ્યું: “વજાભાઈ, આપણાં કમભાગ્ય છે કે આપણામાં કોઈ હીરે પાકતે નથી અને પાકે છે તે રહેતો નથી.” મેં કહ્યું: “ભાઈ, તે આપણે વિચારવું જોઈએ કે આપણામાં કયાંક બેદુ હશે.” આ સંવાદ મેં અક્ષરશ: ઉતાર્યો છે. આ ઉપરથી સંપ્રદાયના પૂ. ગુરુદેવના સ્થાનને થોડેક ખ્યાલ આવી શકશે.
પૂ.ગુરુદેવના આઝાયમાં લગભગ અડધી સદી વીતી ગઇ. તે દરમ્યાન પૂર્વના કોઈ મહાન પુણદવે અને પૂજ્ય ગુરુદેવની અપારકૃપા અને કરુણાના કારણે અનેક ઉલ્લેખનીય પ્રસંગે બન્યા છે, પણ તેમાંના ઘણાંખરા અંગત હોવાથી તે આ સ્મરણાંજલિને વિષય બની શકે તેમ નથી. છતા આ સ્મરણજલિ પૂર્ણ કરતા પહેલાં મારા જીવનને એક મહામૂલે પ્રસંગ કે જેનું સ્મરણ પણ ખૂબ આનંદદાયી છે તે નોંધ્યા વિના રહી શકાતું નથી.
સં. ૧૯૯૪માં સ્વાધ્યાય મંદિરના ઉદ્દઘાટનને તે પ્રસંગ હતે. સવારનું પ્રવચન ચાલતું હતું. તેમાં એક વાકય એવું ગૂઢ આવ્યું કે તેને રહસ્યસ્ફોટ કરવામાં આવે તે ઘણું ઘણું જાણવાનું મળે તેમ મને લાગ્યું. ઘેર આવી શ્રી હિંમતભાઈ સાથે આ સંબંધી વાત થઈ અને તેમણે પણ મારી વાતને સમર્થન આપ્યું અને બપોરે બાર વાગ્યે ખરે તડકે તે વખતે વૈશાખ માસ ચાલતો હતો) અમે બંને ભાઈઓ સ્વાધ્યાય મંદિરમાં ગયા. પૂ. ગુરુદેવશ્રી તે વખતે મુખ્ય હોલમાં પાટ પર બિરાજેલ હતા. અમેએ જઈને વંદના કરી સવારના ગૂઢવાકય સંબંધી તેઓશ્રીને પૂછયું. પૂછતાં જ તેઓશ્રીએ ઉપેક્ષાપૂર્વક કહ્યું કે, “ઇની અંગત વાતમાં કેમ પડો છો?" પ્રથમ તે અમે જરા ગભરાઈ ગયા પણ ગુરુદેવના ભાવ જોતાં અમે અમારી વિનંતિ ચાલુ રાખી. અહા! એ પ્રસંગે ગુરુદેવે કૃપાને ધધ વહાવીને જે વાત કરી તે આ જિંદગીમાં કદી પણ ભૂલી શકાશે નહિ. આ મનુષ્યભવની તે મહામાંથી મુડી છે. તે વખતે આત્માના અસંખ્ય પ્રદેશે જે આલાદ અનુભવ્ય તેનું વારંવાર સ્મરણ રહ્યા કરે છે અને તે સ્મરણ વખતે પૂ. ગુરુદેવના ચરણોમાં પરોકપણે પણ ઝૂકી જાય છે. આ રીતે ગુરુદેવના આ હીરક જયંતિ પ્રસંગે સંસ્મરણપૂર્વક હાદિક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
જેઓના સન્સમાગમથી જ આપણે સાચા વીતરાગમાર્ગના મુમુક્ષ બન્યા છીએ, જેઓશ્રીને આપણા ઉપર અનંત ઉપકાર છે, જેઓશ્રીએ યથાર્થપણે આપણને સૌને સંસારરૂપી મગરમચ્છના મુખમાંથી પડતા બચાવી વાસ્તવિક મકામાર્ગ બતાવે છે અને જેઓશ્રીની એકમાત્ર પ્રેરણાને પામીને ઠેર ઠેર દિગંબર જૈન ધર્મના પ્રતીકરૂપ દિગંબર જિનમંદિરોની સ્થાપના થઇ છે એવા કૃપાળુ ગુરુદેવશ્રીના ચરણકમળમાં હીરકાંતિના મત્સવ પ્રસંગે અભત ઉત્સાહપૂર્વક ભકિતપૂર્વક વંદના કરીએ છીએ અને તેથી આપણી વચ્ચે સદાયને માટે જયવંત વર્તા” એવી અંત:કરણથી ભાવના ભાવીએ છીએ.
-લિ. દહેગામ મુમુક્ષુ મંડળ
હે પરમ ઉપકારી, શાનાંજનશલાકા વડે અણાનતિમિરઅંધજનેનાં ચશને બાલનાર, સન્માર્ગદર્શી, વીતરાગમાપદંષ્ટ, અવિચલિત ચેતનાવિલાસી, સપુરુષ શ્રી કાનજીસ્વામી! આપના બાહ્ય-અંતર પ્રતાપ અને પ્રભાવે
અમ પામરોને ઉદ્ધાર કર્યો છે અને જિનશાસનની દિનપ્રતિદિન પ્રભાવના થઇ રહી છે. આજના સુમંગળમય ' પ્રભાત આ૫મી પ્રતિ શ્રદ્ધાંજલપુષ્પ સમર્પણ કરીને, આપ શત શત જીવા અને આપના પ્રભાવના ઉદય મહંત { વતી એવી ભાવના ભાવીએ છીએ.
–શ્રી. દિગંબર જૈન મુમુક્ષુ મંડળ-રખીયાલ સ્ટેશન