________________
જૈન તત્ત્વ પ્રકાશ
૮૩૯
વીસ જિન મુનિવર, સંખ્યા અઠ્ઠાવીસ લાખ, ઉપર સહસ્ત્ર અડતાળીસ, સૂત્ર પરંપરા ભાખ– ૯ કેઈ ઉત્તમ વાંચે, મોઢે જયણ રાખ, ઉઘાડે મુખ બેલ્યાં, પાપ લાગે “વિપાક”—૧૦૦ ધન્ય મરુદેવી માતા, થયું નિર્મળ ધ્યાન, ગજ હદે પામ્યા, નિર્મળ કેવળજ્ઞાન-૧૦૧ ધન્ય આદીશ્વરની પુત્રી, બ્રાહ્મી સુંદરી દોય, ચારિત્ર લેઈને, મુક્તિ ગયા સિદ્ધ હોય.-૧૦૨ ચોવીસે જિનની, વડી શિષ્યણી ચોવીસ, સતી મુને પહોંચ્યા, પૂરી મન જગીશ.-૧૦૩ ચોવીસે જિનનાં, સર્વ સાધવી સાર, અડતાળીસ લાખ ને, આઠસે સિત્તેર હજાર–૧૦૪ ચેડાની પુત્રી, રાખી ધર્મશું પ્રીત, રાજેમતી વિજયા, મૃગાવતી સુવિનીત.-૧૦૫ પદ્માવતી, મયણરેહા, દ્રૌપદી, દમયંતી સીત, ઈત્યાદિક સતીઓ, ગઈ જન્મારે જીત–૧૦૬
વીસે જિનનાં, સાધુ સાધવી સાર, ગયાં મક્ષ દેવલોક, હૃદયે રાખે ધાર–૧૦૭ ઈણ અઢી દ્વીપમાં, ઘરડા તપસી બાળ, શુદ્ધ પંચ મહાવ્રતધારી, નમે ન ત્રણ કાળ–૧૦૮ એ યતિઓ સતિઓનાં, લીજે નિત્ય પ્રતે નામ, શુદ્ધ મનથી દયા, એહ તરણને ઠામ.-૧૦૯ એ જતિ સતીશું, રાખે ઉજજવળ ભાવ, એમ કહે ઋષિ જેલ, એહ તરણને દાવ.-૧૧૦ સંવત અઢાર ને, વર્ષ સાતે શિરદાર, શહેર ઝાલોર માંહી, એહ કહ્યો અધિકાર.-૧૧૧
ઇતિ શ્રી સાધુ વંદના સમાપ્ત