________________
૮૩૭
જૈન તત્વ પ્રકાશ
ચારિત્ર લેઈને, પહોંચ્યા શિવપુર ઠામ, ધુર આદિ મકાઈ, અંત અલક્ષ મુનિ નામ–૭૧ વળી કૃષ્ણરાયની, અગ્રમહિષી આઠ, પુત્ર વહુ દયે, સંચ્યા પુણ્યના ઠાઠ–૭૨ જાદવકુળ સતિયાં, ટાળ્યો દુઃખ ઉચાટ, પહોંચ્યા શિવપુરમેં, એ છે સૂત્રને પાઠ-૭૩ શ્રેણિકની રાણી, કાલીઆદિક જાણું, દસે પુત્ર વિયોગે, સાંભળી વીરની વાણ–૭૪ ચંદનબાળાપે, સંયમ લઈ હુવા જાણ, તપ કરી દેહ એંસી, પહોંચ્યા છે. નિરવાણુ–૭૫ નંદાદિક તેરે, શ્રેણિક નૃપની નાર, સઘળી ચંદનબાળાપે, લીધે સંયમ ભાર–૭૬ એક માસ સંથાર, પહોંચ્યાં મુક્તિ મેઝાર, એ નેવું જણાને, “અંતગડ” માં અધિકાર–૭૭ શ્રેણિકના બેટા, જાલિયાદિક તેવીસ, વીરપું વ્રત લઈને, પાળ્યો વિશ્વાવીસ–૭૮ તપ કઠણ કરીને, પૂરી મન જગશ, દેવલોક પહોંચ્યા, મેક્ષ જાશે તજી રીસ–૭૯ કાકદિને ધને, તજી બત્રીસે નાર, મહાવીર સમીપે, લીધો સંયમ ભાર–૮૦ કરી છઠ છઠ પારણું, આયંબિલ ઉચ્છિત આહાર, શ્રી વિરે વખાણ્યા, ધન્ય ધન્નો અણગાર–૮૧ એક માસ સંથારે, સર્વાર્થસિદ્ધ પહૃત, મહાવિદેહ ક્ષેત્રમાં, કરશે ભવને અંત–૮૨ ધન્નાની રીતે, હુવા નવે સંત, શ્રી “અનુત્તરોવવાઈ”માં, ભાખી ગયા ભગવંત–૮૩ સુબાહુ પ્રમુખ, પાંચ પાંચસે નાર, તજી વીર લીધા, પંચ મહાવ્રત સાર–૮૪