________________
૮૧૨
જન તત્ત્વ પ્રકાશ
નતા છે. કારણ કે આ શરીર મારી ઈચ્છા વિના જ મારા કટ્ટર શત્રુ, જે રેગ અને વૃદ્ધાવસ્થા છે તેને મળી ગયું અને મૃત્યુને ભેટવાની પણ તૈયારી કરી રહ્યું છે. જે એ મારું હેત તે મારા શત્રુઓને મળી મને દુઃખી કરવાને તત્પર કેમ થાત ? આવા સ્વામીદ્રોહીને મારું માનવું તે ઉચિત નથી. એટલા માટે હવે તે મારું નથી, માટે ભલે તે રહે, ચાહે જાઓ.
૭. રે ભેળા જીવ! આ શરીરને માતાપિતા મારે પુત્ર કહે છે. ભાઈબહેન મારે ભાઈ કહે છે, કાકા કાકી ભત્રીજે કહે છે, મામામામી ભાણેજ કહે છે. સ્ત્રી પતિ કહે છે. પુત્રપુત્રી પિતા કહે છે, ઈત્યાદિ સૌ પિતપતાનું કહે છે અને તું તારું માને છે. હવે વિચાર કર કે, આ શરીર નું છે ? તત્વદષ્ટિથી જોતાં તે કેઈનું નથી. કારણ કે તેને રોકવા કોઈ પણ સમર્થ નથી. માટે કુટુંબ-સંબંધીઓના મમત્વભાવને પરિત્યાગ કર. અળગે થઈ નિશ્ચયાત્મક બન કે તું સચ્ચિદાનંદ છે. એટલા માટે હવે નિજ સ્વભાવમાં રમણ કરવું તે જ મને શ્રેયસ્કર છે.
૮. રે આત્મન ! આ શરીર સંપદા ઇંદ્રજાળ સમાન છે. बाले: यौवन सम्पदा परिगतः क्षित्रं क्षिता लक्ष्यते । वृद्धत्वेन युवा जरा परिणतो, व्यक्तं समालोक्यते । सेोऽपि क्यापिगतः कृतान्तवशता, न ज्ञायते सर्वथा । पश्यैद्यतदि कौतुक किमपरे, स्तैतिन्द्रजालः सखे ॥
| (વૈરાગ્યશતક) અર્થ-આ શરીર કાળને વશ પડી ઇંદ્રજાળના તમાશાની પેઠે ક્ષણમાં પરિવર્તન પામે છે. તેનું જરા અવકન કર. બાલ્યાવસ્થામાં આ શરીર સર્વને પ્રિય લાગે છે, પછી શનિઃ શનૈઃ પુદ્ગલે પ્રાદુર્ભાવને પામતાં પામતાં યુવાવસ્થામાં પ્રવેશ કરી આ શરીર છટાદાર મનહર બની જાય છે. સ્ત્રી પુરુષનાં મનને હરણ કરવા લાગે છે અને એ જ રીતે પલટતાં પલટતાં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ આ શરીર ગલિત (ગળેલું), પસિત (પળા–ધોળા વાળવાળું) થઈ ધૃણાસ્પદ થઈ જાય છે, તેનાથી