________________
૮૧૧
પ્રકરણ ૬ ઠું : અંતિમ શુદ્ધિ
સમાધિમરણ (સંથારા)વાળાની ભાવના
૧. અહો ! ઈતિ આશ્ચર્ય ! કે અનંત પરમાણુ યુગલેને સમૂડ મળીને આ શરીરપિંડ નિર્માણ થયું હતું અને જોતજોતામાં તે તે પ્રલય થવા લાગ્યું. અહો ! પુદ્ગલેની કેવી વિચિત્રતા છે !
૨, અહો ! જિનેન્દ્ર ભગવાન્ ! આપે કહ્યું છે કે “અધુ અસાયશ્મિ” અર્થાત્ આ પુદ્ગલપિંડ અધવ અને અશાશ્વત છે. આ કથનને આટલા દિવસ મેં ખ્યાલ કર્યો નહિ, પરંતુ હવે શરીરની આ વિનાશક રચના જોઈને નિશ્ચયાત્મક બન્યું છું કે , આપનું કથન યથાતથ્ય છે.
૩. જે પ્રમાણે મનુષ્યનો મેળ કાળાંતરે વિખરાઈ જાય છે તેવી જ રીતે કુટુંબને સંબંધ પણ સંસારરૂપ મેળે છે. તેને પણ વિખરવાને સ્વભાવ છે. જેમ મેળામાં ભેળા થયેલા લોકો મેળે વિખરાઈ જશે તેની કોઈ ફિકર કરતા નથી, તેવી જ રીતે હું (ચૈતન્ય) પણ પ્રેક્ષક છું. મને પણ આ શરીરપર્યાય છૂટવાની ફિકર કરવી તે ઉચિત નથી.
૪. જગતને કર્તાહર્તા કેઈ નથી. સર્વ સંગ રવભાવથી જ મળે છે અને સ્વભાવથી જ વિખરાય છે. તેવી જ રીતે, આ શરીરને સોગ પણ સ્વભાવથી જ મળ્યો છે અને સ્વભાવથી જ વિખરાશે. મારે રાખે રહેશે નહિ, અને વિખેર્યો વિખશે નહિ, તે પછી તેના વિયોગની ફિકર શા માટે કરવી જોઈએ? થવાનું હશે તે થયા કરશે.
પ. હું ચૈતન્ય જ્ઞાયક, સ્વભાવને કર્તા, ભક્તા, અનુભવી અને જ્ઞાનમય છું. મારો જ્ઞાયક રવભાવ અવિનાશી છે અને આ શરીર નાશવંત છે. શરીરને નાશ થવા છતાં પણ મારા સ્વભાવને નાશ થત નથી. માટે મારે શરીરની ચિંતા કરવી અનુચિત છે.
૬. અહો ! જિનેન્દ્ર! આટલા દિવસ હું શરીરને મારું માનતે હતું, પરંતુ હવે મને સત્ય ભાસ થયે કે, આ મારી અજ્ઞાન