________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
ওওও
હોય તે ઉપરાંત ભોગપભોગનાં પચ્ચખાણ એક કારણ ત્રણ જેગે કરવાં, તેમાં આગાર–જે રાજાની આજ્ઞાથી મર્યાદા ઉપરાંત જવું પડે, દેવતા કે વિદ્યાધર હરણ કરી મર્યાદા બહાર લઈ જાય, ઉન્માદાદિ રોગથી વિવશ થઈ મર્યાદા બહાર ચાલ્યું જવાય, અને સાધુજીનાં દર્શનાર્થે જવું પડે કે મરતા જીવને બચાવવા આદિ મેટા ઉપકારના કામ માટે જવું પડે તે વ્રતભંગ થાય નહિ. મર્યાદા બહાર ગયા બાદ બને ત્યાં સુધી હિંસાદિ ૫ આશ્રવ સેવવા નહિ.
૧૭ નિયમ દસમા વ્રતનું સહેલાઈથી સમાચરણ કરવા માટે નીચેના ૧૭ નિયમે યોજ્યા છે.
(૧) “સચિત્ત’–સજીવ વસ્તુ જેવી કે નિમક આદિ કાચી માટી; નળ, કૂવા, વાવ, તળાવ, આદિના પાણ; ચૂલા, સગડી, ચલમ, બીડી, હુક્કા, દીપક, આદિ અગ્નિ, પંખા, ઝૂલા, વાજિંત્ર આદિ વાયુ, ફળ, ફૂલ, ભાજી, આદિ કાચી વનસ્પતિ, કાચું ધાન્ય, મેવા આદિ સજીવ
વસ્તુ,
(૨) દ્રવ્ય-ખાવા, પીવા કે સુંઘવાના પદાર્થો
(૩) “વિગય –ઘી, દૂધ, દહીં, તેલ, મીઠાઈ તથા તળેલી વસ્તુઆ વિગયમાંથી એકાદ તે અવશ્ય છેડવી જોઈએ.
(૪) પત્ની”-પગરખાં, મોજાં, ચાખડી, આદિ પગમાં પહેરવાની વિસ્તુ,
(૫) “ તબલ—પારી, લવિંગ, એલચી, ચૂરણ, વગેરે. (૬) “કુસુમ'-તમાકુ, અત્તર, પુષ્પાદિ સૂંઘવાની વસ્તુ (૭) “વ”-પહેરવા ઓઢવાનાં વસ્ત્ર (૮) “સયણ'-પલંગ, ગાડી, શેત્રુજી, આદિ બિછાનાં,
(૯) “વાહન” ઘોડા, બળદ, ગાડી, ટાંગા, રેલ, મેટર, સાયકલ, જહાજ, વિમાન, આદિ સ્વારી.