________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર
૭૪૯ ૧૬. અનંતકાય (૧) સૂરણ. (૨) વજકંદ. (૩) લીલી હળદર, (૪) આદુ (૫) કચરા, (૬) સવતારી, (૭) બિરાલી (૮) કુંવાર, (૯) થેર, (૧૦) ગુલબેલ, (૧૧) લસણ, (૧૨) વંશ કારેલી, (૧૩) ગાજર, (૧૪) સાજીવૃક્ષ, (૧૫) પદ્મકંદી, (૧૬) ગિરકરણી (નવાં પાંદડાંની વેલ) (૧૭) ખીરકંદ (૧૮) થેગી, (૧૯) લીલીમોથે (૨૦) લેણુ વૃક્ષની છાલ (૨૧) ખિલુડા કંદ, (૨૨) અમરવેલ (૨૩) મૂળા, (૨૪) ભૂમિફેડા, (૨૫) વિરુડા (ધાન્યના અંકુરા) (૨૬) ઢગ બથવા (૨૭) ડુંગળી, (૨૮) પાલનું શાક, (૨૯) આમલિયે ન બંધાણ હોય તેવી કાચી આમલી, (૩૦) આલુ, (૩૧) પિંડાલું અને, (૩૨) જેને તેડવાથી દૂધ નીકળે તથા જેની સંધિ તૂટયા બાદ ઉષ્ણ લાગે. ગાંઠ પ્રત્યક્ષ દેખાતી હોય, કોઈ પણ ગોટલીવાળા ફળમાં ગેટલી બંધાણી ન હોય તેમ જ મગ, ચણા, મઠ, આદિ પાણીમાં ભીંજવવાથી તેમાં અંકુર ફૂટી ગયા હોય તે બધા અનંતકાય જાણવા. તેમાં અનંતાનંત જીને પિંડ હેવાથી તે અનંતકાય ખાવા ગ્ય નથી.
૧૭. અથાણાં–કેરી, લીંબુ, મરચાં, આદિનાં અથાણું આચ્યા બાદ તે ઝટ ગળતાં નથી, ઘણા દિવસ બાદ તેમાં લીલકુંગ તથા ત્રસ જેની ઉત્પત્તિ થઈ જાય છે, સડી જાય છે. એવાં અથાણાં પણ ખાવા ગ્ય નથી.
૧૮. દહીંવડાં–કાચા દહીંમાં પાણી ભેળવી તેનું ઘોળવું કરી તેમાં વડાં નાખે છે. તે અમુક કાળ પછી ખદબદી જાય છે. પદ્મપુરાણમાં કહ્યું છે કે
लसुनं गजनं चेव, पलांड, पिण्डमूलकं । मत्स्यो मांस सुरा चैव, मूल कसतु तो अधिकं ॥१॥ वरं भुक्त पुत्रमांसं, न च मूल तु भक्षणं ॥
भक्षणं जायंति नरकं, वजनं स्वर्ग गच्छता ॥२॥ અથ– લસણ, ડુંગળી, મૂળા, માંસ અને મદિરા તેનું કદાપિ ભક્ષણ ન કરવું. કદાપિ દુષ્કાળ પડી જાય તો મરેલા પુત્રનું માંસ ખાવું સારું પણ કંદમૂળ કદાપિ ન ખાવું. કેમ કે કંદાદિ ખાનાર નરકમાં જાય છે અને તેનો ત્યાગ કરનાર સ્વર્ગમાં જાય છે.