________________
૭૨૮
જૈન તત્ત્વ પ્રકાશ
પ. સ્પર્શેન્દ્રિયથી વસ્ત્રાભૂષણ, શય્યાસન તથા સ્ત્રી આદિકના સ્પર્શ સેવનમાં તલ્લીન બને.
એ પ્રમાણે પાંચ ઇન્દ્રિયના વિષયમાં લુબ્ધ બને તેને કામગમાં તીત્રાભિલાષી કહે છે. કેટલાક લેકે વિષયાસક્ત બની સ્નાન શંગારાદિથી પિતાના રૂપને આકર્ષક બનાવે છે. ગુપ્ત અંગોપાંગ દેખાય તેવાં આરીક એ નિર્લજ વસ્ત્ર ધારણ કરે છે. અત્તર, પુષ્પ તેમ જ કામતેજક ભૂષણ સજીને, રસાયણ, સ્થભનગુટિકા વગેરેનું સેવન કરીને વિષયવૃદ્ધિ કરે છે અને ભેગે પગમાં લુખ્ય બને છે તેથી ચીકણું કર્મ બંધાય છે. અને વખતે રસાયણાદિ ફૂટી નીકળે તે કુષ્ટાદિ રાજરોગને ભેગ બને છે. ગરમી, શૂલ, ચિત્તભ્રમ, કમ્પવા, મૂચ્છ, સુસ્તી, વિકલતા, ક્ષય, નિર્બળતા, આદિ અનેક રેગથી સડી સડીને મરે છે.
અમે મને શ્વેતાના ઉલમા ન્તિ શું અર્થાત્ કામગના પ્રાર્થી મનુષ્ય કામગનું સેવન કર્યા વિના જ મરીને નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આવું જાણું શ્રાવક જન આ પાંચમા અતિચાર દોષથી આત્માને બચાવી વિષયવૃદ્ધિનાં કામથી અલગ રહે છે. કામગની ઈચ્છાને નિરોધ કરવા માટે પોતાની સ્ત્રી સાથે પણ એક પથારી પર શયન કરતું નથી. આયંબિલ, ઉપવાસ, આદિ તપ કરતે રહે છે.
* વસ્ત્ર પહેરવાનો મૂળ ઉદ્દે શ શરીરનું અને લજજાનું રક્ષણ કરવાને છે; પરંતુ બારીક વસ્ત્રો તે બેમાંથી એકેયનું રક્ષણ કરી શકતાં નથી, ઊલટાનું તે બંનેને હાનિકર નીવડે છે. ઉત્તમ જાતિની સ્ત્રીઓમાં પણ આજકાલ બહુ બારીક વસ્ત્રો પહેરવાનો રિવાજ જોવામાં આવે છે. આવાં વસ્ત્રો પહેરીને લગ્નાદિ માંગલિક પ્રસંગે ભરબજારમાં ફટાણાં ગાતી કેટલીક સ્ત્રીઓ ધોળે દિવસે નીકળે છે, એ ઘણી જ શરમની વાત છે. પતિ આવાં બારીક વસ્ત્રો લાવી આપે છે તે પણ ઘણું અયોગ્ય છે.
एक रात्रौ विनस्याय, या गति ब्रह्मचारिणा ।
न सा ऋतु सहस्त्रेण, प्राप्त सक्या युधिष्ठिर ।। અર્થ—અહો યુધિષ્ઠિર ! એક રાત્રિ બ્રહ્મચર્ય પાળનારની જેવી ઉત્તમ ગતિ થાય તેવી ઉત્તમ ગતિ હજાર યજ્ઞ કરવાથી પણ થતી નથી.