________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૨૭ ઉત્પન્ન થાય છે. તેથી તેવાં નીચ, નિઘ, નિરર્થક અને નાલાયકીભર્યા કર્મોનો શ્રાવક સર્વથા પરિત્યાગ કરે છે.
૪. પરવિવાહ કરણે-સ્વજન સિવાય અન્યના લગ્નસંબંધ કરાવે તે અતિચાર લાગે. કેટલાક અન્ય મતાવલંબીઓ કન્યાદાન કરવામાં ધર્મ માની અને કેટલાક મિથ્યાભિમાની લેકે નામનાને ખાતર પાડોશીના, ગામના, જાતિને કે દેશના મનુષ્યના વિવાહ સંબંધ જોડી આપે છે. આવાં કાર્ય શ્રાવકને માટે અનુચિત છે. કેમકે આવાં કામ મિથુન-વૃદ્ધિનાં અને સંસાર વૃદ્ધિનાં કારણરૂપ છે. વળી, દંપતી સમાન આચાર વિચારનાં ન હોય અને તેમાં જીવનભર કલેશ રહે કે કજોડાં થાય વગેરે કારણે અપયશ ફેલાય છે. કોઈને નિસાસા લેવા પડે છે. તેથી શ્રાવક પારકા વિવાહ સંબંધ જોડવાનાં પચ્ચખાણ કરે છે. પિતાનાં પુત્ર, પુત્રી વગેરેના સંબંધ કર્યા વિના છૂટકે થતું નથી. એટલા માટે સ્વકુટુંબીઓ સિવાય અન્યના સંબંધ જોડવાની ઝંઝટમાં તે પડતો નથી.
પ. કમભાગેસુ તિવાભિલાસા–કામગ સેવવાની તીવ્ર અભિલાષા કરે તે અતિચાર લાગે. તેદ્રિય અને ચક્ષુરિટ્રિયના વિષયને કામ કહ્યો છે અને શેષ ત્રણ ઈ દ્રિના વિષયને ભેગ કહ્યો છે.
૧. તંદ્રિયથી વિવિધ પ્રકારનાં વાજિંત્રોની સહાયથી રાગરાગણી અને ગાનતાનમાં તલ્લીન રહે.
૨. ચક્ષુરિન્દ્રિયથી ગુપ્ત અંગે પગનાં નિરીક્ષણમાં તથા નગ્ન ચિત્ર, નાટક, ચેટક કે સિનેમાના નિરીક્ષણમાં લુબ્ધ બને તેનું નામ કામ
૩. ઘણેન્દ્રિયથી અત્તર, પુષ્પાદિ સૂંઘવામાં લુબ્ધ બને.
૪. રસેન્દ્રિયથી, દૂધ, દહીં, ઘી, તેલ, મીઠાઈ એ પાંચ વિગય તથા માખણ, મધ, મદિરા અને માંસ એ ચાર મહાવિગય ભેગવવામાં અને મને ભેજન આરોગવામાં તન્મય બને.