________________
૭૦૬
જૈન તત્ત્વ પ્રકાશ
પંચ દંડ, અપયશઆદિ અનેક સંકટોની પ્રાપ્તિ થાય છે, શ્રાવક બેટી સાક્ષી કદાપિ આપતે જ નથી.
ઉપર્યુક્ત પાંચ પ્રકારનાં જૂઠમાં પ્રાયઃ બધાં જૂઠને સમાવેશ થઈ જાય છે. શ્રાવક તેના પ્રત્યાખ્યાન પહેલા વ્રતની પેઠે બે કરણ ત્રણ જોગે કરે છે. ફક્ત અનુમોદન ખુલ્લું રહે છે. કેમકે કદાચ કોઈ કહે કે, તમારી ભેળી કન્યાનું વેવિશાળ સાચું ખોટું બોલીને અમુક સારે ઠેકાણે કરી આવ્યો છું, અથવા તમારું મકાન કે ખેતર સારા ભાવે વેચી નાંખ્યું છે. તમારા પુત્રને છોડાવવા માટે મારે કેર્ટમાં આટલું બેટું તે બોલવું જ પડયું. થાપણ મૂકવાવાળો મરી ગયો અથવા નિર્વશ ગયે વગેરે સાંભળતાં ચિત્તમાં પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે–થઈ જાય છે. જો કે સુજ્ઞ શ્રાવ કે તે આ પ્રકારની અનુમોદનાથી પણ આત્માને બચાવો જોઈએ.
બીજા વ્રતના પ અતિચાર ૧. સહસા અભખાણે–સહસાવ્યાખ્યાન અર્થાત્ કેઈને પ્રાસકે પડે તેવું બેલે તો અતિચાર લાગે. જેમ કાગડો હૃષ્ટપુષ્ટ પશુને
ઈને દુઃખિત થાય છે, કેમકે ત્યાં તેને ખાવાનું કશું મળતું નથી. પણ ભાડું પડયું હોય, કેઈ અંગ સડ્યું હોય, વગેરે જોઈને તે ખુશી થાય છે. આવી જ રીતે છિદ્રોવેષી માણસે જ્ઞાની, ગુણી, શુદ્ધાચારી, શ્રીમાન, બુદ્ધિમાન, તપસ્વી, ક્ષમાવંત ઈત્યાદિ ગુણોથી અલંકૃત મહાપુરુષોને જોઈને, તેમની કીર્તિ-મહિમાને સાંભળીને તેને સહન ન કરતાં ઊલટ માત્સર્યભાવ ધારણ કરે છે. કેમકે સત્પુરુષનાં સદાચરણ જોઈને સામાન્ય મનુષ્ય એવા દુર્ગાનાં દુરાચરણને જાણી શકે છે, તેથી દુરાચરણ અને કુકર્મીઓને પોતાની યથેચ્છ પ્રવૃત્તિઓ ચલાવવામાં અંતરાય ઊભા થાય છે.
આથી તેઓ પોતાની નીચતા છુપાવવા તેમ જ પાપ–પ્રવૃત્તિઓ ચાલુ રાખવા પુરુષેના ઉપર મિથ્યા કલંક ચડાવે છે અને કહે છે કે, અમે એમને બહુ સારી રીતે ઓળખીએ છીએ. તેઓ બ્રહ્મચારી કહેવરાવે