________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ શ્રાવકાચાર
૭૦૫
આવા જલમ જોઈને તે બિચારા દિમૂઢ થઈ જાય છે. કેટલાક તે ગાંડા બની જાય છે. કોઈ તે તે જ વખતે દહેશતને માર્યો હેબતાઈને મરી જાય છે. અને કેઈ જિંદગીભર નૂરીનૂરીને મરે છે. આવા વિશ્વાસઘાતી, મિત્રદ્રોહી મનુષ્યોનો પાપનો ઘડો જ્યારે ભરાય છે ત્યારે ફૂટી જાય છે. અને તે આ ભવમાં બધે ફિટકાર પામે છે, અનેક કષ્ટ ભગવે છે અને મરીને દુર્ગતિમાં જાય છે.
અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય કદાપિ સુખદાતા નીવડતું નથી અને વિશેષ ટકતું પણ નથી. થાપણ ઓળવવાવાળા કુકમ આગામી ભમાં વિધવાપણું, વાંઝિયાપણું, દરિદ્રીપણું પામે છે તથા નરક, તિર્યંચગતિનાં ઘોર દુઃખને પામે છે. આવું અનર્થનું કારણ મૃષાવાદને જાણી શ્રાવકોએ એવા હરામના ધનની સ્વને પણ ઈચ્છા ન કરવી.
પ કૂડી સાક્ષી–ન્યાયાલયમાં બેટી સાક્ષી આપવી એ પણ મહા અનર્થનું કારણ છે. કેટલાક વકીલ, બેરિસ્ટરો દ્રવ્યની લાલચમાં પડીને, કેટલાક ન્યાયાધીશે લાંચ રૂશ્વત ખાઈને, કેટલાક હરામખોરો પૈસાની લાલચે કેર્ટ કચેરીમાં બેટી સાક્ષી આપીને, કેટલાક ખુશામતિયા લેકે મિત્ર સ્વજનાદિના મેહમાં કે શરમમાં પડીને રાજસભામાં, પંચ સમક્ષ, અથવા અન્ય જનસમૂહમાં બેટી સાક્ષી પૂરે છે, ખાટાને સાચો અને સાચાને પેટ ઠરાવે છે, ન્યાયીને અન્યાયી અને અન્યાયીને ન્યાયી ઠરાવે છે.
જ્યારે એક સારો માણસ બેટે કરે અને તેને વાજબી હક માર્યો જાય ત્યારે તેના આત્માને કેટલું અપરિમિત દુઃખ થતું હશે તેને ખ્યાલ કરતાં પણ કંપારી છૂટે છે. ઘણી વાર આવા વિષમ પ્રસંગે કેટલાકને આપઘાત કરવા પડયા છે. કૂડી સાક્ષીરૂપ મૃષાવાદ મહાપાપનું કારણ છે. તે આ ભવ અને પરભવમાં પરમ દુઃખદાતા છે.
તને નવસે અંતે સત્યનો જ જાય છે. એ કહેવત પ્રમાણે જ્યારે સત્ય પ્રકટ થઈ જાય છે. + ત્યારે તે અસત્ય સાક્ષીઢારેને રાજદંડ,
+ પાપ છિપાયા ના છિપે, છિપે તે મોટો ભાગ્ય,
દાબી દુબી ન રહે, રૂઈ લપેટી આગ. અર્થ–જેમ રૂમાં અંગારા છુપાવી શકાતા નથી, તેમ પાપ પણ છાનું રહી શકતું નથી.
૪૫