________________
પ્રકરણ ૩ જુ: મિથ્યાત્વ
૫૪૯ બનાવવાનું કર્યું હોય તે પૃથ્વી બનાવવાની સામગ્રી બ્રહ્માએ કયાં કયાંથી ભેળી કરી? પૃથ્વી બનાવતા પહેલાં બ્રહ્મા પતે એક જ હતા, તે પછી સામગ્રી આવી ક્યાંથી? સૃષ્ટિના નમૂના માટે નકશો શા પ્રમાણે ઉતાર્યો? વળી સૃષ્ટિ બનાવી તે પ્રથમની સૃષ્ટિઓ હતી તેના જેવી બનાવી કે સાવ નવી જ બનાવી કે પોતાનાં અનેક રૂપો કરીને એકદમ બનાવી? આ પ્રશ્નોના જે જવાબ આપશે તે તમામ એક બીજાથી ઊલટા જશે ને તૂટી જશે. - જે રાજા પોતે કડિયા, સુતાર, વગેરેને હુકમ કરે તેમ કરાવી હોય છે તેમ કહે. એવાં કામ કરનારા કારીગરો સામાન ક્યાંથી લાવ્યા? નવી સૃષ્ટિ બનાવતી વખતે તેમાં બધી સારી સારી ચીજ બનાવી કે સારી ને નરસી તમામ બનાવી ? જે સારી સારી ચીજો બનાવ્યાનું કહેશે તે સૃષ્ટિમાંની સપ, વીંછી, વછનાગ, સેમલ, વગેરે ચીજો કેસે બનાવી?
જે સારી–નરસી બંને વસ્તુ બ્રહ્માએ બનાવી એમ કહેશે તે વછનાગ, સિંહ, માંકડ, નરક, વીંછી, વગેરે દુઃખદાયી ચીજો કે જે કેઈને સારી લાગતી નથી, તેમ બનાવનારની પણ સેવા કરતી નથી, તે શા માટે બનાવી? જે તે ખરાબ ચીજો કઈ બીજાએ બનાવી કહેશો તે બ્રહ્મા સિવાય બીજો કોઈ બનાવનાર છે? - આના જવાબમાં તેઓ એમ કહે છે કે સી પ્રાણીઓ પોતપોતાનાં કર્મને લઈને નીચ નિમાં અવતાર લઈને દુઃખી થાય છે. કદી એ વાત સ્વીકારીએ તો બ્રહ્મામાં કર્તા તરીકેને ગુણ રહ્યો નહિ. પણ સૌ પોતપોતાનાં કર્મનાં ફળ ભોગવે છે એમ ઠર્યું. આમ પરસ્પર વિરોધ આવે છે. - જીવને પ્રથમ બનાવ્યા ત્યારે તે સઘળાને નિર્મળ બનાવ્યા હતા કે પાપી બનાવ્યા હતા? જે નિર્મળ બનાવ્યા હતા એમ કહેશે તે પાછળથી તેમને પાપ કેવી રીતે ચાંટયું ? બનાવતી વખતે તે નિર્મળ બનાવી શકાયા પણ પાછળથી બ્રહ્માના હાથમાં નિર્મળ જ