________________
જૈન તત્ત્વ પ્રકાશ
વળી, તેઓ કહે છે કે, સૃષ્ટિનાં તમામ સારાં-માઠાં કામા પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે, તા એ કામો કરનારા તમામ જીવા પાસે પેાતાના મહિમા શા માટે ન મનાવ્યેા ? તમામ જીવા પ્રભુને ગમતાં કામે, પ્રભુના મહિમા વધે તેવાં કામા કર્યાં કરે છે? તેના જવાબમાં જણાવે છે કે, પ્રભુ પેાતાની ઇચ્છા પ્રમાણે કામેા કરાવી અલગ જ (ન્યારા) રહે છે. અરે ભાઈ! ઇચ્છા પ્રમાણે કામા કરાવી કર્તાનું પદ પ્રાપ્ત કરી વળી અકર્તારૂપે રહેવુ' એ શી રીતે બને ! એ તા આકાશના ફૂલ જેવી ગલત વાત થઈ !
૧૪૮
વળી, કહે છે કે, ત્રણ દેવામાંના બ્રહ્મા આ દુનિયાને બનાવે છે, વિષ્ણુ દુનિયાનું રક્ષણ કરે છે અને શંકર (મહાદેવ) સિના સંહાર કરે છે, આ વાત માનીએ તા બ્રહ્મા અને શંકરને કાઇ માટું વેર હાવુ જોઇએ જ, નહિ તેા શા માટે બ્રહ્માએ બનાવેલી સૃષ્ટિના
મહાદેવ નાશ કરે?
ત્યારે તેઓ કહે છે કે એમાં બંનેને વેરવિરાધ શાના ? પરિબ્રહ્મ પેાતે જ પેાતાનાં ત્રણ રૂપ બનાવી ઉત્પન્ન, પાલન ને સંહાર કરે છે. એમ કદી હાય તા એ પૂછીએ કે ભાઈ ! પાતાની બનાવેલી સૃષ્ટિ પ્રથમ સારી લાગી અને પાછળથી ખરાબ લાગી ! પાછળથી ખરાબ લાગે ને નાશ કરવા પડે તેવી સૃષ્ટિ સમથ દેવ થઈ ને પ્રથમ બનાવી જ શા માટે ?
,
જો ઇશ્વરના સ્વભાવ પેાતાની બનાવેલી સૃષ્ટિનો નાશ કરવાનો થયા કે ફરી વળી બનાવવાનો થયા હોય તા તેવુ શા કારણથી મન્યુ' તે જણાવેા. પૃથ્વીનો પાતાનો સ્વભાવ નાશ પામવાનો થયા તા તે તેા જડ છે અને ખીજાથી ઉત્પન્ન થયેલી છે તે પેાતાની ઇચ્છાથી બદલે—નાશ પામે–નવી થાય એમ કેમ બને? !
કોઈ ગૃહસ્થે હવેલી ખનાવી હાય તા પ્રથમ ઈટ, ચૂનો, લાકડાં, વગેરે સામગ્રી ભેગી કરે, મકાનના નમૂના માટે નકશા કરે, ત્યાર પછી બનાવવાનું બનાવવા માંડે. જો બ્રહ્માએ એ પ્રમાણે સૃષ્ટિ