________________
-પર૪
જૈન તત્ત્વ પ્રકાશ
આશ્વાસન દેનાર કે રેનાર ન રહ્યું, એવી એવી વિટંબણું ઉત્તમ પુરુષને પડી, તે બીજાનું તે શું ગજું !
એ કર્મો જ જીવને એકેદ્રિય, નરક વગેરે નીચ ગતિમાં અને મનુષ્ય-સ્વગ વગેરે ઊંચ ગતિમાં લઈ જાય છે. વિશેષ શું કહું?
એ કમ દૂર થાય ત્યારે જ મેક્ષ પ્રાપ્ત થાય છે. કર્મવાદી બે કે, માટે જ કર્મ મહા બળવાન છે અને “કર્મવાદીને-મારો મત જ સાચે છે. (કર્મવાદની સાથે પુરુષાર્થ અને બાકીના ૪ સમવાયો જોડવાથી જ સ્વાદુવાદ પ્રરૂપણ થાય છે. દાખલા તરીકે, એક જીવને મેક્ષ થયે તેમાં પાંચ સમવાય આવે છે. ૧. સર્વ કર્મ અલગ થયાં, ૨. પુરુષાર્થથી સર્વ કર્મ બંધને અલગ કર્યા. ૩. મેક્ષને સમય પણ કાળને જ પર્યાય છે. ૪. ભવી હોય તે જ મોક્ષની સાધના કરી શકે, કારણ કે તેને સ્વભાવ તે છે. ૫. જીવને તે વખતે મેક્ષ થવાને હતું એટલે કે મોક્ષની સાધનામાં તે વખતે તેને નંબર લાગે અને તે કેવળી ભગવાનના જ્ઞાનમાં પણ તેમ જ હતું. લેકસ્વભાવની વર્તાનામાં તેને વારે આવ્યો. આવી રીતે પાંચે સમવાય સાથે રહે છે.)
કર્મવાદી મતને બદલે કેઈ આ જગાએ એ ઈશ્વરવાદી મત સ્થાપે છે. જે કંઈ થાય તે ઈશ્વરથી જ થાય છે, અને તે જ કર્તા છે. ઈશ્વરને હુકમ વિના એક પાંદડું પણ હાલી શકતું નથી. સુખદુઃખ, સ્વર્ગનરક, સેવે આપનાર અને સર્વ કાર્યને માલિક-કર્તા ઈશ્વર જ છે. ઈશ્વર=જેને એશ્વર્યા છે તે ઈશ્વર. અશ્વર્ય=સિદ્ધિ. તે ૧૦ બાહ્યપ્રાણ રૂપી બાહ્યસિદ્ધિ અને ૪ ભાવ પ્રાણરૂપી ભાવ સિદ્ધિ એટલે ઈશ્વરને અર્થ જીવ થયો. જીવ પોતપોતાનાં કર્મ અને ભાવને કર્તા અને ભક્તા છે તેથી પોતપોતાની સુષ્ટિને કર્તા અને ભોક્તા છે. આ અર્થ કરવાને બદલે મિથ્યાત્વીએ ઈશ્વરને બીજી રીતે માને છે તે સર્વથા મિથ્યાત્વ છે.
૫. ઉદ્યમવાદી-ઉદ્યમથી જ તમામ બને છે અને કાળ, સ્વભાવ, નિયતિ અને કર્મથી કંઈ થતું નથી, એમ ઉદ્યમવાદી જણાવે