________________
પ્રકરણ ૧ લું અરિહંત
ર૭*
૨૪મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને જન્મ થયે હતે. એમના શરીરનો વર્ણ સુવર્ણ જેવો પીળો, સિંહનું લક્ષણ, દેહમાન ૭ હાથનું અને આયુષ્ય ૭૨ વર્ષનું હતું, જેમાં ૩૦ વર્ષ ગૃહવાસમાં રહી અને. ૪ર વર્ષ સંયમ પાળી ચોથા આરાનાં ૩ વર્ષ ૮ મહિના બાકી રહ્યા. ત્યારે એકલા જ મેલે પધાર્યા.
આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવના જન્મથી લઈને અતિમ તીર્થકર: શ્રી મહાવીર સુધીનું અંતર એક કોડાકોડીથી કંઈક વધારેમાં ૪૨ હજાર વર્ષ ઓછાનું જાણવું.'
ઉપર્યુક્ત વર્તમાન ચોવીસીનું અંતર શાશ્વત છે. ભૂતકાળમાં અનંત ચોવીસી આટલા જ આંતરાથી થઈ છે અને ભવિષ્યકાળમાં પણ એટલા જ અંતરથી અનંત ચોવીસી થશે. બધાય તીર્થકરોનું દેહમાન, આયુષ્ય ઉપર કહેલ વર્તમાન ચોવીસી મુજબ જાણવું. વિશેષતા એટલી જ છે કે, અવસર્પિણીકાળમાં પ્રથમથી અન્તિમ તીર્થકર સુધી. ઉપર્યુક્ત પ્રમાણે કેમ ચાલે છે અને ઉત્સર્પિણીમાં અતિમ તીર્થંકરથીપ્રથમ તીર્થકર સુધીને એ ઊલટે ક્રમ ચાલે છે.