________________
२१
જૈન તત્તા પ્રકાશ અને આયુષ્ય ૧૦ હજાર વર્ષનું હતું, જેમાં ૯ હજાર વર્ષ ગ્રહવાસમાં રહી એક હજાર વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા.
૨૨. ૨૧ મા અને ૨૨ મા તીર્થંકરનાં નિર્વાણનું અંતર ૫ લાખ વર્ષ છે. સૌરીપુર નગરના સમુદ્રવિજય રાજાની શિવાદેવી રાણીથી રમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિનાથજીને જન્મ થયે. એમના શરીરને વર્ણ લીલમ જેવો શ્યામ, શંખનું લક્ષણ, દેહ પ્રમાણ ૧૦ ધનુષ્યનું અને આયુષ્ય એક હજાર વર્ષનું હતું. જેમાં ૩૦૦ વર્ષ ગૃહવાસમાં રહી ૭૦૦ વર્ષ સંયમ પાળી પ૩૬ સાધુઓની સાથે મોક્ષે ગયા.
૨૩. વારાણસી નગરીના અશ્વસેન રાજાની વામાદેવી રાણીથી ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથજીનો જન્મ થયો હતો. એમના શરીરનો વર્ણ પન્ના જે લીલા, સપનું લક્ષણ, દેહમાન ૯ હાથનું અને આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. જેમાં ૩૦ વર્ષ ગૃહવાસમાં રહી ૭૦ વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા.
૮૩૭૫૦ વર્ષ ૨૨ મા તથા ૨૩ મા તીર્થકરોના નિર્વાણનું અંતર કહેવાય છે. પરંતુ જે ૨૨ મા અને ૨૩મા તીર્થકરોના નિર્વાણનું આંતરુ પ૭૭૫૦ વર્ષ લઈએ તો ચોથા આરાને કાળ ૧ ક્રોડાકોડ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઊણું તેને મેળ બરાબર મળી જાય છે. ૧ લા તીર્થકરના નિર્વાણનું અને છેલ્લા તીર્થકરના નિર્વાણનું આંતરું પણ એટલું જ છે, કારણ કે પહેલા તીર્થકર ના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮ માસે ચોથે આરો બેસે છે અને છેલ્લા તીર્થકરના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮ માસે પાંચમે આરે બેસે છે.
" ૨૪. ૨૩ મા અને ૨૪મા તીર્થંકરના નિર્વાણનું અંતર ૨૫૦ વર્ષ છે. ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની ત્રિશલાદેવીની કુક્ષિથી.