________________
પ્રકરણ રજુ: સૂત્ર ધર્મ
૪૩૭ ૧. જ્ઞાનાવરણીય કર્મ-જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. ૧ નાણપડિણિયાએ–જ્ઞાન તથા જ્ઞાનીની નિંદા કરે, ૨. નાણનિન્હવણિયાએ–જ્ઞાનીના ઉપકાર એાળવે (છુપાવે), ૩. નાણ આસારાણાએ જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના (અપમાન-તિરસ્કાર) કરે, ૪. નાણ અંતરાએણું–જ્ઞાનીને તથા શીખનારને અંતરાય પાડે, ૫. નાણ પઉમેણું–જ્ઞાની ઉપર દ્વેષ કરે. ૬. નાણુ વિસંવાયણ જેગેણું–જ્ઞાની સાથે ખોટા ઝઘડા વિખવાદ કરે.
એ છ પ્રકારે બાંધેલાં જ્ઞાનાવરણીય કર્મનું ફળ દસ પ્રકારે ભેગવે છેઃ ૧. મતિ જ્ઞાનાવરણીય–બુદ્ધિ નિર્મળ ન મળે. ૨. શ્રત જ્ઞાનાવરણીય-ઉપયોગ શ્રતિ નિર્મળ ન પામે, ૩. અવધિ જ્ઞાનાવરણીયઅવધિજ્ઞાન પામે નહિ, ૪. મનઃ પર્યવ જ્ઞાનાવરણય-મન:પર્યવ જ્ઞાન પામે નહિ. ૫. કેવળ જ્ઞાનાવરણય-કેવળજ્ઞાન પામે નહિં. ૬. સોયાવરણ–બહેરો હોય, નેત્તાવરણે આંધળા હોય, ૮. ઘાણાવરણે –ગૂગ હોય, ૯. રસાવરણ–બબડે-મંગ હોય અને સ્વાદ ન લઈ શકે, ૧૦. ફાસાવરણે-કાયા શૂન્ય હોય એટલે કાયા બહેર મારી ગઈ હોય.
૨. દશનાવરણીય કર્મ—દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. તે છએ બેલ જ્ઞાનાવરણીય કર્મબંધના જે રીતે છે તે રીતે અહીં દર્શની–જેનાર ઉપર ઉતારવા.
હવે છ પ્રકારે બાંધેલ દર્શનાવરણીય કર્મનાં ફળ નવ પ્રકારે ભોગવે છે. ૧. ચક્ષુ દર્શનાવરણીય ૨. અચક્ષુ દર્શનાવરણીય, ૩. અવધિ
- કે ઈ સ્થળ નીચે પ્રમાણેના દસ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મનાં ફળ ભોગવે છે. એમ જણાવ્યું છે.
૧. શ્રોત્ર આવરણ, ૨. શ્રોત્ર વિજ્ઞાન આવરણ, ૩. નેત્ર આવરણ, ૪. નેત્ર વિજ્ઞાન આવરણ, ૫. ઘાણ આવરણ, ૬. ધ્રાણ વિજ્ઞાન આવરણ, ૭. રસ આવરણ ૮. રસ વિજ્ઞાન આવરણ, ૯. સ્પર્શ આવરણ, ૧૦. સ્પર્શ વિજ્ઞાન આવરણ.
વળી, બીજે સ્થળે ૫ પ્રકારે ભેગવે છે એમ દર્શાવે છે. પાંચ પ્રકાર. ૧. મતિ જ્ઞાનાવરણીય, ૨. શ્રુત જ્ઞાનાવરણીય, ૩. અવધિ જ્ઞાનાવરણીય, ૪. મને પર્યવ જ્ઞાનાવરણીય ૫. કેવલ જ્ઞાનાવરણીય.