________________
જૈન તત્વ પ્રકાશ થતાં જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મો અંતમુહૂર્તમાં ક્ષય પામે છે... ' ,
૧. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનન્ત કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. * * ૨. દર્શનાવરણીય કર્મને ક્ષય થવાથી અનન્ત કેવળદર્શન પ્રાપ્ત થાય છે.
૩. મેહનીય કર્મ ક્ષય થવાથી ક્ષાયક સમકિત અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે.
. ૪. અંતરાય કમનો ક્ષય થવાથી અનન્ત દાન–લબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, ઉપગલબ્ધિ અને અનન્તવીર્ય લબ્ધિની પ્રાપ્તિ. થાય છે. જેથી તેઓ અનન્ત શક્તિશાળી થાય છે. શેષ ૧. વેદનીય, ૨. આયુષ્ય, ૩. નામ, ૪. ગોત્ર એ ચારે કર્મ શેકેલા બીજની માફક નિરંકુર (ઉત્પન્ન કરવાની શક્તિથી રહિત) બની જાય છે અને તે આયુષ્યકર્મના ક્ષયની સાથે જ ક્ષય પામે છે.
ઉપર્યુકત ચારે ઘનઘાતી કર્મોને ક્ષય કરવાથી જ તિર્થંકરપદની. પ્રાપ્તિ થાય છે. તે અરિહંત ભગવાન ૧૨ ગુણ, ૩૪ અતિશય અને ૩૫ વાણીના ગુણે કરીને સહિત અને ૧૮ દોષરહિત હોય છે. જેનું સવિસ્તૃત વર્ણન આગળ કરવામાં આવશે.
ગુણોની અપેક્ષાએ સામાન્ય કેવળી ભગવાન (અરિહંત) અને તીર્થકર સરખા જ છે. પણ તીર્થકરમાં ૮ પ્રતિહાર્ય, ૩૪ અતિશય, ૩૫ પ્રકારની વાણું અને ૧૦૦૮ ઉત્તમ લક્ષણની વિશેષતા છે. બહુ જ પુણ્યશાળી હોય છે.
- અરિહંતના ૧૨ ગુણે • ૧. અનંતજ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત ચારિત્ર, ૪. અનંત તપ, પ. અનંત બળવીર્ય, ૬. અનંત ક્ષાયક સમ્યક્ત્વ ૭. વજઋષભ નારાચ સંહનન, ૮. સમચતુરસ્ત્ર સંસ્થાન, ૯. ત્રીસ અતિશય, ૧૦. પાંત્રીસ વાણીના ગુણ, ૧૧. એક હજાર આઠ ઉત્તમ લક્ષણના