________________
૨૭૪
જૈન તત્ત્વ પ્રકાશ
શ્રી રાજગૃહી નગરીની બહાર એક બગીચાના અર્જુન માળીની બંધુમતી નામે સ્ત્રી મહાસ્વરૂપવાન હતી. બંધુમતીનું રૂપ જોઈ છ લંપટ પુરુષ તેના પર મેડિત થયા. તેમણે તે બગીચાના મેગરપાણિ નામના યક્ષને જે વખતે અર્જુન માળી નમસ્કાર કરતો હતો તે વખતે તેને મજબૂત બાંધી તેની બંધુમતી સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો. અર્જુનમાળીના વચનપ્રહારથી પ્રેરિત થઈ યક્ષે અર્જુન માળીના શરીરમાં પ્રવેશ કરીને છ લંપટ પુરૂ તથા સાતમી બંધુમતી એ સાતને મારી નાંખ્યાં અને ત્યાંથી તે યક્ષ દેવતા, અર્જુન માળીના શરીરમાં રહી રોજ નિર્દોષ ગમે તે છે પુરુષ તથા સાતમી એક સ્ત્રી એ પ્રમાણે ખૂન કરવા મંડે. એ પ્રમાણે પાંચ માસ ને ૧૩ દિવસ લગી કર્યું અને તેથી ૧૧૪૧ મનુષ્યોને ઘાણ નીકળી ગયે. ગામના બધા લેકે ગભરાયા. એ તરફના તમામ રસ્તા ઉજજડ થઈ ગયા. એવામાં પુણ્યદયે શ્રી મહાવીર સ્વામી પિતાના સાધુ–પરિવાર સાથે પધાર્યા. અને તે જ બગીચામાં ઊતર્યા.
પ્રભુના દર્શનને વાતે દઢધમી સુદર્શન શેઠ નીડર બનીને નીકળ્યા. શેઠ ગામ બહાર નીકળ્યા તેવામાં અર્જુનમાળી પિતાના હાથમાં રહેલું મુદ્ગલ ઉછાળ ઉછાળતે આવે, પણ સુદર્શન શેઠનું ધર્મતેજ જોતાં જ અર્જુન માળીના શરીરમાંથી યક્ષ નીકળી ભાગી ગયે. તેથી અર્જુન માળી મૂછ ખાઈ જમીન પર પડી ગયે. શ્રી સુદર્શન શેઠ અર્જુન માળીને ઉઠાડીને શ્રી મહાવીર પ્રભુ પાસે લાવ્યા.
પ્રભુને ઉપદેશ સાંભળીને અર્જુન માળીએ દીક્ષા લીધી. છઠછડના ઉપવાસ શરૂ કર્યા. પારણાને દિવસે રાજગૃહી નગરીમાં ભિક્ષા લેવા જાય ત્યારે જેના જેના કુટુંબનાં માણસને માર્યા હતાં તે સૌ અર્જુન માળીને જોઈ, ઘરમાં પૂરી ખૂબ મારકૂટ કરે, છતાં અર્જુન મુનિ સમભાવ આણું સહન કરે અને મારનારને કહે કે, મેં તે તમારા કુટુંબીઓને પ્રાણરહિત કર્યા છે, છતાં તમે મને ફક્ત મારકૂટ જ કરે છે, પણ જીવતે છોડે છે એ મારા ઉપર અતિશય મોટો ઉપકાર છે. એવી મહા ક્ષમા ધારણ કરી, ભારે તપશ્ચર્યા કરી, છ માસમાં કર્મોના સમૂ હને તેડી મેક્ષ પધાર્યા. (અંતગડ સૂત્ર.)