SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ જૈન તત્ત્વ પ્રકાશ કરણીથી કમને એ મા પધાર્યા (ઉત્તર ૮. સવાર ગ્રહણ કરી, ભારે તપ સંયમ આદરી, અતિ દુષ્કર કરણીથી કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મેલે પધાર્યા (ઉત્તઅ. ૨૧). ૮. સંવર ભાવના–એવો વિચાર કરે કે, હે જીવ! સંસારમાં રખડાવનાર ખરેખર એક અસવ જ છે. એ આસવને રોકવાને ઉપાય ફક્ત સંવર કરણ જ છે. માટે હવે હું મન, વચન અને કાયાની ઈચ્છાઓને રોકી એકાંત સમતા રૂપી ધર્મમાં જ તલ્લીન થાઉં. એવી ભાવના શ્રી હરિકેશ રષિએ ભાવી હતી. એ હરિકેશી મુનિએ પૂર્વ ભવમાં જાતિને મદ કર્યો હતો તેથી ચાંડાળ કુળમાં અવતર્યા હતા. તેનું બેડોળ મોઢું જોઈ હરિકેશી નામ આપ્યું. જ્યાં જાય ત્યાં કૂબડા રૂપને લીધે અપમાન થવા લાગ્યું, તેથી ગભરાઈને આપઘાત કરવા જતા હતા. એવામાં એક સાધુજીએ દીઠા અને તેમણે ઉપદેશ કર્યો કે ભાઈ ! મનુષ્ય જન્મ રૂપી ચિંતામણિ રત્ન આમ પૃપાપાત કરી શા માટે ગુમાવે છે? આપઘાત કર્યા પછી સુખ મળશે નહિ. ઊલટું, દુઃખને વધારે થશે, વગેરે સદ્બોધ સાંભળતાં હરિકેશીને વૈરાગ્ય ઊપજે. તે સાધુજી પાસે દીક્ષા ગ્રહણ કરી ગુરુને નમસ્કાર કરી માસ–માસનાં માસખમણ તપ આદર્યા. ફરતાં ફરતાં બનારસી નગરીની બહાર યક્ષના દેવળમાં ધ્યાન ધરી ઊભા રહ્યા. રાજાની પુત્રી દેવળમાં કુરૂપ સાધુને જે તેના ઉપર ઘૂંકી. ભૂંકવાની સાથે જ તે રાજપુત્રીનું મેં વાંકું થઈ ગયું. રાજાને ખબર પડી. તપસ્વી ઋષિના શાપથી ડરી રાજાએ પિતાની તે કન્યા તે ધ્યાનસ્થ મુનિને અર્પણ કરી. હરિકેશી મુનિ ધ્યાન પાળી રાજાને કહેવા લાગ્યા કે રાજન! અમે બ્રહ્મચારી સાધુઓ! સ્ત્રીને મનથી પણ ન ઇચ્છ.એ. રાજા ઘણે જ ગભરાયે. વિચાર કરવા લાગ્યું કે હવે આ કન્યાનું શું કરું? પુરોહિતને. લાવી પૂછ્યું. પુરોહિતે કહ્યું કે તારી રાજકન્યા ઋષિપત્ની છે, તેથી. કેઈ બ્રાહ્મણને દઈ દે. | ભેળા રાજાએ તે કન્યા તે પુરોહિત બ્રાહ્મણને જ અર્પણ કરી, પાણિગ્રહણને વખતે એક યજ્ઞ આરંભ કર્યો. જોગાનુજોગ, એ જ
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy