________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૬૯. શરીરમાં સૌથી મોટી ૧૬ નસો છે. એ સોળ નસોને કરડ કહે છે. એ કાંડ શરીરને સંકેચવાનું તથા પ્રચારવાનું બળ આપે છે. માંસરંધાનું સ્વરૂપ–કાનનાં, નાકનાં અને આંખનાં બબ્બે છિદ્ર મળી છ છિદ્ર-(૭) જનનેંદ્રિય-છિદ્ર, (૮) ગુદા દ્વાર, (૯) મુખદ્વાર એ. પ્રમાણે ૯ છિદ્ર કે દ્વાર પુરુષને હોય છે. એ ઉપરાંત સ્ત્રીને (૧૦) ગર્ભાશયનું છિદ્ર (૧૧-૧૨) બે પરસ્થાન એટલે સ્તનનાં છિદ્ર; એ પ્રમાણે, બાર છિદ્ર હોય છે. બીજાં ઝીણાં ઝીણાં છિદ્રો તે અનેક છે.
શરીરમાં કાળજાનું વજન ૨૫ પલ, આંખનું ૨ પલ, શુકનું ૩૦ ટાંક, લેહીનું એક અઢક, ચરબીનું અધે અઢક, માથાના ભેજાનું (મગજનું) એક પાથ, મૂત્રનું એક અઢક, વિષ્ટાનું એક પાથા, પિત્તનું એક કબલ, અને લેગ્સ (કફ)નું એક કબલ છે. એ પ્રમાણે શરીરનું વજન છે. એ વજનથી વધુ થઈ જાય તે રોગ પેદા થાય અને ઘટે તે મત નીપજે. શરીરમાં ૧૬૦ નાડીઓ નાભિની ઉપર રસ ધરનારી છે, એકસો સાઠ નાભિની નીચે છે, એક સાઠ ત્રછી (ત્રાંસ નાજુમાં) એટલે હાથ વગેરેમાં લપેટાણી છે. ૧૬૦ નાડીઓ નાભિની નીચે મુદાને વીંટાઈ રહી છે, ૨૫ નાડી શ્લેષ્મને એટલે કફના સ્થાનને, પચીસ નાડી પિત્તનાં સ્થાનને, અને દસ નાડી શુકને ધરનારી છે. પ્રમાણે સર્વ મળી ૭૦૦ નાડીઓ છે.
શરીરમાં બે હાથ; બે પગ, એમ ચાર શાખા છે. દરેક શાખામાં. ૩૦-૩૦ હાડકાં હોવાથી ૧૨૦ હાડકાં છે. વળી, ૫ જમણે કમરમાં,. ૫ ડાબી કમરમાં, ચાર નિમાં, ચાર ગુદામાં, એક ત્રિકનમાં, તેર બે પસવાડામાં, ત્રીસ વાંસામાં, આઠ હૃદયમાં, બે આંખમાં, નવ ડોકમાં, ચાર ગળામાં, બે હડપચીમાં, ૩૨ દાંત માં, એક તાળવામાં, એ. પ્રમાણે સર્વ મળી ૩૦૦ હાડકાં છે.
- શરીરમાં સાડાત્રણ કેડ રેમ એટલે રૂંવાડાં છે. જેમાંથી બે. કરેડ એકાવન લાખ રૂંવાડાં ગળાથી નીચે અને નવાણું લાખ ગળાની ઉપર છે. એ પ્રમાણે અનેક રીતે શરીર અશુચિથી, અપવિત્રતાથી, , આધિ, વ્યાધિ અને ઉપાધિથી પૂર્ણ ભરેલું છે.