________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૪૫
પખંડસાધન, ત્રણ તીર્થ, વૈતાઢયની તિમિસા ગુફા, ઉમગજલા અને નિમગજલા નદી, આપાત ચલાત, મલેચ્છ સાથે લડાઈ, ગંગા સિંધુ દેવી, નવ નિધિની પ્રાપ્તિ, વિનીતા નગરીમાં ચકવતીને પ્રવેશ, રાજ્ય રેહણ મહોત્સવ, ચકવર્તીની ત્રાદ્ધિ, અરીસાભવનમાં ભરતજીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, ચુલ્લહિમવંત પર્વત, હેમવયક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હરિવાસક્ષેત્ર, નિષધ પર્વત, મહાવિદેહક્ષેત્ર, ગજદંતા પર્વત, ઉત્તરકુરુક્ષેત્ર યમકદેવની રાજધાની, જંબુવૃક્ષ, કચ્છાદિ ૩૨ વિજય, સીતા મુખ વન, મેરુ પર્વત, નીલવંત પર્વત, રમ્યવાસક્ષેત્ર, રૂપપર્વત, હિરણ્યવયક્ષેત્ર, શિખરી પર્વત, ઈરવતક્ષેત્ર, આ બધાંનું સવિસ્તર વર્ણન છે. તીર્થકરેના જન્માભિષેકનું સવિસ્તૃત વર્ણન છે.
ખડાજણને છેક ૧૦ દ્વાર, ચંદ્ર સૂર્યની સંખ્યા, સૂર્યમંડલનું અંતર, લાંબાં પહોળાં, મેરુથી અંતર, હાનિ વૃદ્ધિ, ઉદય અસ્તની રીત, સંવત્સરનાં નામક મહિનાનાં નામ, પક્ષનાં નામ, તિથિનાં નામ, રાત્રિનાં નામ, મુહુર્તનાં નામ, કરણનાં નામ, ચળ-સ્થિર કરણ, નક્ષત્ર, નક્ષત્રના દેવ, તારાની સંખ્યા, નક્ષત્રના શેત્ર, નક્ષત્રનાં સંસ્થાન, નક્ષત્રને ચંદ્ર સાથે સંગ, કુલ ઉપકુલ નક્ષત્ર, રાત્રિ પૂરનારાં નક્ષત્ર, પિરસીનું પરિમાણ, અધે ઉર્વ તારા, વિમાનવાહક દે; જ્યોતિષીની રિદ્ધિ, પરસ્પર, અંતર, અગ્ર મહિપી, ૮૮ ગ્રહોનાં નામ, જબુદ્વીપના ઉત્તમ પુરુષ. જંબુદ્રીપની લંબઈ પહોળાઈ, જંબુદ્વીપની સ્થિતિ ઇત્યાદિ વર્ણન છે.
તેના મૂળ લેક ૪૧૪૬ છે.
૬-૭. ચંદ્રપ્રાપ્તિ તથા સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર આ જ્ઞાતા સૂત્રનાં બે ઉપાંગ છે. બન્નેનાં વીસ વીસ પ્રાભૃત છે.
પહેલા પ્રાભૃતનાં ૮ પ્રતિપ્રાભૃત છે. તેમાં પહેલા પ્રતિપાભૂતમાં મંડલ પ્રમાણ છે. બીજામાં મંડલ સંસ્થાન છે. ત્રીજામાં મંડલનાં ક્ષેત્ર
* તેમાં અગાઉ ૩૦૫૦૦૦ પદ હતાં, ચંદ્રપ્રજ્ઞપ્તિતાં પ૫૦૦૦ પદ હતાં સૂર્ય પ્રજ્ઞપ્તિનાં ૩૫૦૦૦૦ પદ હતાં.