________________
૨૪૪
જૈન તત્વ પ્રકાશ (૨૫) કર્મવેદનાપદમાં એક કર્મ બાંધતાં કેટલાં કર્મ વેદે તે બતાવ્યું છે.
(૨૬) કર્મ પ્રકૃતિપદમાં એક કર્મ વેદતાં કેટલાં કર્મ બાંધે તેના ભાં છે.
(૨૭) ક્રિયાપદમાં એક કર્મ વેદતાં કેટલાં કર્મ વેદે તે દર્શાવ્યું છે. (૨૮) આહારપદમાં આહારનાં ૧૧ દ્વાર ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. (૨૯) ઉપગપદમાં બાર ઉપયોગ ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે.. (૩૦) પશ્યતાપદમાં દેખવાવાળા ૯ ઉપગનું કથન છે. (૩૧) સંજ્ઞીપદમાં-૨૪ દંડકમાં સંજ્ઞી અસંજ્ઞીના ભેદ બતાવ્યા છે.
(૩૨) સંજયાપદમાં – સંયતિ આદિ ૨૪ દંડકમાં કોણ તે બતાવ્યું છે.
(૩૩) અવધિપદમાં – અવધિજ્ઞાનનું સ્વરૂપ ૧૦ તારે કરી બતાવ્યું છે.
(૩૪) પરિચારણા પદમાં–દેવદેવીના ભેગનું વર્ણન છે. (૩૫) વેદનાપદમાં-વિવિધ વેદનાનું કથન છે. (૩૬) સમુઘાતપદમાં-સાતે સમુદ્રઘાતનું બહુ વિસ્તારથી કથન છે.
આ પન્નવણા સૂત્રમાંથી સેંકડો થેકડા નીકળે છે. ગહન જ્ઞાનને સાગર આ શાસ્ત્ર છે.
તેના મૂળપાઠને ૭૭૮૭ લેક છે.
૫. જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ-આ શ્રી ભગવતી સૂત્રનું ઉપાંગ છે. આમાં જંબુદ્વીપની જગતી, ભરતક્ષેત્ર, વૈતાઢય પર્વત, ઋષભકટ, છ આરા, અષભદેવજીનું ચરિત્ર, નિર્વાણ મહોત્સવ, ઉત્સર્પિણીનું વર્ણન, વિનીતા નગર, ભરત ચક્રવર્તીનું વર્ણન, ચક્રરત્નની ઉત્પત્તિ, દિગ્વિજય