________________
૨૩૪
જૈન તત્ત્વ પ્રકાશ
ખાર ઉપાંગ
દૃષ્ટિવાદ અંગ સિવાયનાં ખાદીનાં અગિયાર અંગ અને ખાર ઉપાંગ શ્રીગણધર આચાયે બનાવ્યાં છે. અંગ એટલે શરીર અને ઉપાંગ એટલે શરીર, હાથ, પગ, આંગળી એ પ્રમાણે કહે છે. હવે મારે ઉપાંગનાં નામ અને સંક્ષેપે વર્ણન કહે છે.
વવાઈ”—આ ઉપાંગ “ આચારાંગ સૂત્રનુ' છે.
૧. શ્રી આ ઉપાંગમાં ચંપાનગરી, કૈાણિકરાજા, શ્રી મહાવીર પ્રભુ, સાધુજીના ગુણ્ણા, તપના ખાર પ્રકાર, શ્રી તી કર મહારાજના સમેાસરણની રચના, ચાર ગતિમાં જવાનાં કારણેા, દસ હજાર વર્ષના આયુષ્યથી માંડીને મેાક્ષ મળે ત્યાં સુધીની કરણી, કેવળસમુદ્માત, મેાક્ષનું સુખ, ઈત્યાદિ ખાખતેનું મહુ વિસ્તારથી વર્ણન છે. એ ઉપાંગના મૂળ શ્લાક ૧૧૬૭ છે. ૨. “ શ્રી રાયપસેણી ”—આ ઉપાંગ “સૂયગડાંગ” સૂત્રનુ છે. એમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સતાનિયા (ચેલાના ચેલા) શ્રી કેશી સ્વામી સાથે શ્વેતાંબિકા નગરીના નારિતક મતવાળા પરદેશી રાજાના સંવાદ ” છે. એના મૂળ શ્લાક ૨૦૭૮ છે.
’’.
,,
શ્રી શ્વેતાંબિકા નગરીના પરદેશી રાજાને ચિત્ત નામે પ્રધાન હતાએ ચિત્ત પ્રધાન ભેટ લઈ શ્રી સાવથી નગરીના જિતશત્રુ રાજા પાસે ગયા. શ્રી સાવથીમાં શ્રી કેશી સ્વામી પાસે ચિત્ત પ્રધાને ઉપદેશ સાંભળ્યા અને શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા. શ્રી કેશી સ્વામી પ્રત્યે ચિત્ત પ્રધાને શ્રી શ્વેતાંબિકા નગરીએ પધારવાની વિનંતિ કરી કે જેથી ઉપદેશની અસરથી નાસ્તિક પરદેશી રાજા ધમ પામે અને યા માર્ગોને પ્રભાવ વધે. ઉપકારનું કારણ જાણી શ્રી કેશી સ્વામી શ્રી શ્વેતાંબિકા નગરીએ પધાર્યા. ચિત્ત પ્રધાનને મહારાજ પધાર્યાની ખબર પડતાં અશ્વરથ ફેરવવાને બહાને પરદેશી રાજાને જે બગીચામાં શ્રી કેશી સ્વામી બિરાજતા હતા ત્યાં લાવ્યા. સાધુને જોઈ રાજાએ પ્રધાનને પૂછ્યું કે આ કોણ છે ? પ્રધાને કહ્યું કે જીવ અને કાયા બંને જુદાં છે. એમ માનનાર સાધુ છે. તે ઘણા જ વિદ્વાન છે અને ઉત્તમ ઉપદેશ આપે છે, એમ મેં સાંભળ્યુ છે. આથી પરદેશી રાજા તરત શ્રી કેશી મુનિ પાસે આવ સવાલ જવાબ કરવા લાગ્યા.