________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૩૩
(૧૨) “પ્રાણાયુપ્રવાદ પૂર્વ” એમાં ચાર પ્રાણથી માંડીને દસ પ્રાણ લગીને જીવોનું વર્ણન હતું. એ પૂર્વની ૧૩ વધુ અને તેમાં એક કોડ છપ્પન લાખ પદ હતાં.
(૧૩) “ ક્રિયાવિશાલ પૂર્વ”—એમાં સાધુ અને શ્રાવકના આચાર તથા ૨૫ કિયાઓનાં વર્ણન હતાં. એ પૂર્વની ૩૦ વત્યુ અને તેમાં નવ કરોડ પદ હતાં.
(૧૪) “લેક બિંદુસાર પૂર્વ–એમાં સર્વ અક્ષરોના સન્નિપાત (ઉત્પત્તિસંગ) અને સર્વ લેકના સાર સાર પદાર્થોનું વર્ણન હતું. એ પૂર્વની ૨૫ વત્યુ અને તેમાં સાડા બાર કેડ પદ હતાં.
એમ કહેવાય છે કે, એક હાથી ડૂબી જાય તેટલી શાહી પહેલા પૂર્વનું જ્ઞાન લખતાં વાપરવી પડે. બીજા પૂર્વનું જ્ઞાન લખતાં બે હાથી ડૂબે તેટલી શાહી; ત્રીજા માટે ચાર હાથી ડૂબે તેટલી; એમ કામ બમણાં કરતાં ચૌદમાં પૂર્વને લખતાં ૮૧૯૬૨ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. એ હિસાબે ચૌદે પૂર્વ લખવાને કુલ ૧૬૩૮૩ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. આમ કેઈએ લખેલ નથી; પણ અનુમાનથી દર્શાવ્યું છે.
દષ્ટિવાદ અંગની પાંચ વઘુમાંની ત્રીજી વધુમાં ઉપર પ્રમાણેના ૧૪ પૂર્વનું જ્ઞાન હતું. હવે ચોથી વધુમાં છ બાબતે હતી. પહેલી બાબતમાં પાંચ હજાર પદ હતાં. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી બાબતનાં જુદાં જુદાં વીસ કરોડ, અઠ્ઠાણું લાખ, નવ હજાર ને બસેં પદ હતાં. દષ્ટિવાદ અંગની પાંચમી વધુને ચૂલિકા કહે છે. તેમાં દસ કરોડ, ઓગણસાઠ લાખ, બેંતાલીસ હજાર પદ હતા. અ વું મહાન દષ્ટિવાદ અંગ વિચ્છેદ થતાં જૈન ધર્મના જ્ઞાનને ઘણે જબરો ધકકો લાગે છે.
જે વખતે આ બારે અંગ પૂર્ણ અને વિદ્યમાન હતાં એ વખતે ઉપાધ્યાયજી એ સૌમાં પારંગત હતા. હાલ અગિયાર અંગ જે પ્રમાણે રહ્યાં છે તે પ્રમાણે જે જાણે તેમને ઉપાધ્યાયજી કહીએ.