________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૨૯ આઠમા વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. કાલી રાણી, ૨. સુકાલી, 3. મહાકાલી, ૪. કૃષ્ણા, ૫. સુકૃષ્ણ, ૬. મહાકૃષ્ણા, ૭. વીરકૃષ્ણ, ૮. રામકૃષ્ણ, ૯. પિતૃસેકૃષ્ણા, ૧૦. મહાસેનકૃષ્ણ રાણું. (આ દસે શ્રેણિક રાજાની રાણીઓ છે) આ રણુઓએ—કનકાવલી, રત્નાવલી, મુક્તાવલી આદિ ઘોર તપ કરેલાં.
આ બધા મળી ૯૦ જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષમાં પધાર્યા છે.
પહેલાં આ અંતગડ સૂત્રમાં ૨૩,૨૮,૦૦૦ પદો હતાં, અત્યારે મૂળ પાઠના ૯૦૦ શ્લોક રહ્યા છે.
૯ “અનુત્તરોવવાઈ”—આ સૂત્રના ૩ વર્ગ છે.
પ્રથમ વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. જાલીકુમાર ૪ ૨. મયાલીકુમાર, ૩.ઉપજાલીકુમાર, ૪. પુરુષનકુમાર, પ. વારિણકુમાર, ૬. દીર્ઘદંતકુમાર ૭. લકત્તાંતકુમાર, ૮.હલકુમાર, ૯. હાયકુમાર અને, ૧૦. અભયકુમાર
બીજા વર્ગનાં ૧૩ અધ્યયન– ૧. દીસેનકુમાર, ૨. મહાસેનકુમાર, ૩. લષ્ઠદાંતકુમાર, ૪. ગૂઢદાંતકુમાર, ૫. શુદ્ધદાંતકુમાર, ૬. હલ્લકુમાર, ૭. દુમકુમાર, ૮. દુમસેન, ૯. મહામસેન, ૧૦. સિંહ, ૧૧. સિંહસેન, ૧૨. મહાસિંહસેન અને, ૧૩. પુણ્યસેનકુમાર (બને વર્ગમાં કહેલા ત્રેવીસે કુમાર શ્રેણિક રાજાના પુત્ર સમજવા).
ત્રીજા વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. ધન્ના અણુગાર,+ ૨. સુનક્ષત્ર અણગાર, ૩. ઋષિદાસ, ૪. પેલ્લક, ૫. રામપુત્ર, ૬. ચંદ્રિકુમાર, ૭. પુષ્ટિમાતૃક, ૮. પેઢાલકુમાર, ૯ પોટિલકુમાર અને, ૧૦. વિહલ કુમાર. (આ દસે ગાથાપતિ જાણવા).
* અંતગડ સૂત્રમાં જાલીકુમાર કહ્યા છે, તે જાદવકુળના જાણવા અને અહીં જાલીકુમાર તે શ્રેણિક રાજાના પુત્ર જાણવા.
+ આ સૂત્રમાં ધન્ના અણગારનું ચરિત્ર સવિસ્તૃત છે. બાકી નવ કુમારનાં કર્થ ન સંક્ષેપમાં છે.