________________
૨૨૦
જન તત્વ પ્રકાશ ઉદેશામાં લોકાલોકનું પ્રમાણ, અગિયારમા ઉદેશામાં સુદર્શન શેઠનું અને મહાબલ કુમારનું વર્ણન છે. બારમા ઉદેશમાં આલંભિકા નગરીના શ્રાવનું, પુગલનું અને પરિવ્રાજકનું કથન છે.
૧ર. બારમા શતકના-આઠ ઉદેશામાં શંખ પોખલજી શ્રાવકનું વર્ણન છે. ત્રણ જાગરણાનું, પરસ્પર કલેશથી કર્મબંધનું સ્વરૂપ. બીજા ઉદેશામાં જયંતીબાઈના પ્રશ્નોત્તર, ત્રીજા ઉદેશામાં નરકનાં નામગેગ, ચોથા ઉદેશામાં પરમાણુ યુગલનું, પુદ્ગલ પરાવર્તનનું વર્ણન, પાંચમા ઉદેશામાં જ કષાયનાં નામ અને રૂપી અરૂપીને શેક, છઠ્ઠા ઉદેશામાં ચંદ્ર સૂર્યનાં ગ્રહણ, રાહુનું કથન. સાતમાં ઉદેશામાં જીવે સર્વ લોક સ્પ, સર્વ જી સાથે સર્વ પ્રકારના સંબંધ જોડવા. આઠમા ઉદેશામાં દેવતા નાગની મણિમાં ઉત્પન્ન થઈ પૂજાવાનું અને હિંસક પશુ કુગતિમાં જાય તેનું કથન છે. નવમા ઉદેશામાં પાંચ દેવનો થક, દસમા ઉદેશામાં આઠ આત્માનો પરસ્પર સંબંધ, આત્માના પ્રશ્નોત્તર છે.
૧૩, તેરમાં શતકના-પહેલા ઉદેશામાં નરકાવાસમાં જીવની ઉત્પત્તિ અને વેશ્યાનાં સ્થાન બીજામાં દેવસ્થાન. બીજામાં દેવતાની પરિચારણાનો અધિકાર. ચોથામાં નરકનું, ત્રણ લેકનું, દસ દિશાના લોકનું, અસ્તિકાયનું અને લોક સંકેચ વિસ્તારનું કથન છે. પાંચમામાં ત્રણ પ્રકારનો આહાર, છઠ્ઠીમાં ભાંગા, ચમચંચા રાજધાનીનું અને ઉદાયન રાજાનું વર્ણન છે. સાતમામાં ભાષાનું અને પાંચ મૃત્યુનું કથન છે. આઠમામાં કર્મ પ્રકૃતિનું સ્વરૂપ. નવમામાં ગગનગામી સાધુનું કથન, દસમામાં છદ્મસ્થને સમુદ્દઘાતનું વર્ણન છે.
૧૪ ચૌદમા શતકના–પહેલા ઉદેશામાં સાધુનું મરણ, પરભવગતિ, અનન્તર પરમ્પરનું કથન. બીજામાં યક્ષના ઉન્માદથી મેહનો ઉન્માદ જવર, કાળથી અને ઈંદ્રથી વરસાદ વરસે, તમસ્કાયમાં દેવકૃત કાર્યનું કથન. ત્રીજામાં સાધુની વચ્ચે થઈ દેવ ન જઈ શકે. ૨૪ દંડકમાં સત્કાર, દેવની વચ્ચે થઈ દેવ જઈ શકે. અને નરકમાં પુદ્ગલ પરિણામ ચોથામાં પુદગળ, સુખદુઃખની જોડ,પરમાણુનું સ્વરૂપ અને ચરમાચરમનું કથન છે. પાંચમામાં ૨૪ દંડકના જીવો અગ્નિમાં જાય છે? દસ સુખ