________________
પ્રકરણ ૪ ચું : ઉપાધ્યાય
૨૦૯
નિજ મિત્રની ગુપ્ત વાત પ્રગટ કરે, પ. જ્ઞાનના ગવ કરે, ૬. પેાતાના વાંક પારકા ઉપર ઓઢાડે, ૭. નિજ મિત્ર પર ગુસ્સેા કરે, ૮. સ`ખ ધરહિત (મેળ વગરનું) ભાષણ કરે, ૯. દ્રોહી, ૧૦. અહંકારી, ૧૧. અજિતેન્દ્રિય, ૧૨. અસંવિભાગી (મળેલી વસ્તુ સમભાવે વહેંચી ન આપે તે), ૧૩. અપ્રતીતકારી, ૧૪. અજ્ઞાની : એ પ્રમાણે ૧૪ અવગુણવાળાને અવિનીત કહે છે. એવાને જ્ઞાન યથાતથ્ય પરિણમતું નથી. ઊલટું, નુકસાનકારક નીવડે છે.
વિનીતાનાં ૧૫ લક્ષા-૧. ગતિમાં શાંત, નિવાસસ્થાને શાંત, વાણીમાં શાંત અને ભાષામાં શાંત એમ ચાર પ્રકારે સ્થિર કે શાન્તસ્વભાવી, ૨. સરળ ચિત્તવાળા, ૩. કૃતુહલરહિત, ૪. કોઈનુ` અપમાન કે તિરસ્કાર ન કરનાર. પ. વિશેષ વખત ક્રોધ ન રાખનાર, ૬. મિત્રાથી હળીમળી રહેનાર, ૭. જ્ઞાનના ગવ રહિત, ૮. પેાતાના દોષ પ્રગટ કરનાર પણ ખીજા ઉપર આળ નહિ ચડાવનાર, ૯. સ્વધમી ઉપર ક્રોધ ન કરનાર, ૧૦ દુશ્મનના ગુણને પણ વખાણનાર, ૧૧ કેાઈની છાની વાત પ્રગટ ન કરનાર, ૧૨. વિશેષ આડંબર ન કરનાર, ૧૩. તત્ત્વને જાણનાર, ૧૪. જાતિવ ́ત, ૧૫. લજજાવત તથા જિતેન્દ્રિય એ ૧૫ ગુણા ધારણ કરનાર વિનીત કહેવાય. એવા વિનીત ઘણી સરળતાથી જ્ઞાન ગ્રહણ કરી શકે છે અને ભવિષ્યમાં સ્વપરહિત સાધી શકે છે.
:
ઉપાધ્યાયજીના ૨૫ ગુણા.
गाथा : वारसग विउ बुद्धा, करण चरण जुओ । पव्भावणा, जोग निग्गो, उवज्झाय गुणं वंदा ॥
અર્થ-૧૨ અંગના પાઠક, ૧૩-૧૪ કરણસિત્તરી, ચરણસિત્તરી તેના ગુણયુક્ત, ૧૫–૨૨ આઠ પ્રભાવનાથી જૈન ધર્મને દીપાવે, ૨૩-૨૫ મન, વચન કાયાના યાગને કાબૂમાં રાખે તેવા ગુણુયુક્ત ઉપાધ્યાયને વંદન કરૂ છું.
',
દ્વાદશાંગસૂત્ર-જેમ અંગ (શરીર)ના આધારે જીવ જગતમાં રહે છે, તેવી જ રીતે જ્ઞાનના આધારથી ધર્મ આ વિશ્વમાં રહે છે.
૧૪