________________
પ્રકરણું ૪ થું
ઉપાધ્યાય
જેઓ ગુરુ વગેરે ગીતાર્થ મહાત્માઓની પાસે હંમેશાં રહી, વિનયભકિત કરી, વિચક્ષણતાપૂર્વક તેઓને પ્રસન્ન રાખી તેમની આજ્ઞાનુસાર શુભગ તથા ઉપધાન (તપશ્ચર્યા) આદરીને મધુર વચનોથી સંપૂર્ણ શાસ્ત્રોને અભ્યાસ કરી પારંગત થયા છે, જેઓ ઘણુ સાધુ તથા ગૃહ સ્થાની પાત્ર અપાત્રની પરીક્ષા કરીને યથાયોગ્ય જ્ઞાનને અભ્યાસ કરાવે છે, તેવા સાધુઓને ઉપાધ્યાય કહે છેઃ
જ્ઞાન ગ્રહણ કરવાને અયોગ્ય માણસ માટે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧ મા અધ્યયનમાં કહ્યું છેઃ
अह पंचहि ठाणेहि, जेहि सिक्खा न लग्भइ । थंभा कोहा पमाएण, रोगेणालस्सरेण य ॥ ३ ॥
આ પ્રમાણે જે પાંચ કારણેથી હિતશિક્ષા મેળવાતી નથી તે પાંચ કારણેઃ ૧. અહંકાર, ૨. કોધ ૩. પ્રમાદ ૪. રોગ અને, ૫. આળસ.
જ્ઞાન ગ્રહણ કરવાને યોગ્ય-૧. થોડું હસનાર, ૨. હમેશાં આત્માને દમનાર, ૩. નિરભિમાની, ૪. પરમાર્થને શોધનાર, પ. પોતાના ચારિત્રને છેડે યા ઘણે અંશે કલંક ન લગાડનાર, ૬. રસનેંદ્રિયના અલોલુપી, ૭. ક્ષમાવંત, ૮. સત્યવાદી : એ આઠ ગુણવાળા મનુષ્ય હિતની વાતે ગ્રહણ કરી શકે છે.
અવિનીતનાં ૧૪ લક્ષણે-૧. વારંવાર ક્રોધ કરે અથવા દીર્ઘકષાયી, ૨. નિરર્થક કથા વાર્તા કરે, ૩. સન્મિત્રને દ્વેષ કરે, ૪,