________________
પ્રકરણ ૩ જુ : આચાર્ય
૧૬૧ બીજા પ્રહરમાં લાવેલું ચોથા પ્રહરમાં ભોગવે. બીજા પ્રહરનું ત્રીજામાં. ભોગવે એમ ઘડી વગેરેના અભિગ્રહ કરે.
૪. ભાવથી–ભાવથી પણ ભિક્ષાચરીને અનેક પ્રકાર–જેમ કે: બધી વસ્તુ અલગ અલગ લાવે અને એકઠી કરીને ખાય. ઈચ્છિત વસ્તુનો ત્યાગ કરે, આહાર કરતાં મમત્વ ન કરે. રુક્ષવૃત્તિ રાખે. ઈત્યાદિ.
૪. રસ પરિત્યાગ-જીભને સ્વાદિષ્ટ લાગે, બલવૃદ્ધિ થાય એવી વસ્તુઓને ત્યાગ કરે તે રસપરિત્યાગ તપ. રસને લેલુપી રોગી બને છે. માટે તેલુપતા ત્યાગવી. આ તપના ૧૪ પ્રકારઃ ૧. નીવિગએદૂધ, દહીં, ઘી, તેલ મીઠાઈ એ પાંચ વિગય ત્યાગે. ૨. પરિએસપરિચએ-ધારે ઘી વગેરે ન લે. ૩. આયમસિન્થભેએ-એસમણમાંથી દાણા ખાય. ૪. અરસ આહારે-રસ મસાલા રહિત આહાર લે. પ. વિરસ આહારે-જૂનું ધાન્ય રાંધેલું લે. ૬. અંત આહારેસેકેલા ચણા, અડદના બાકળા, વગેરે લે. ૭. પંત આહારે-ટાઢ, વાસી આહાર લે. ૮. લુકખ આહારે-લૂ આહાર લે. ૯. તુચ્છ આહાર-નિસાર, બળેલું, સત્વરહિત લે. ૧૦, અરસ, ૧૧. વિરસ ૧૨. અંત ૧૩. પ્રાંત અને ૧૪. સફખ-રુક્ષ આહારથી સંયમને. નિર્વાહ કરે.
૫. કાયક્લેશ-તપ-વેચ્છાએ, સ્વાધીનપણે, નિર્જરા અર્થે કાયાને કષ્ટ દે તે કાયકલેશ તપ. તેના અનેક પ્રકાર–કાયેત્સર્ગ કરી. ઊભા રહે તે “ઠાણાઠિતિય.” કાયોત્સર્ગ કર્યા વિના ઊભો રહે તે ઠાણઈયે”, બને ઢીંચણ વચ્ચે શરીર ઝુકાવી કાર્યોત્સર્ગ કરે તે ઉકડાસણિએ ” અને “પડિમાઠાઈએ” તે સાધુની ૧૨ ડિમા (પ્રતિજ્ઞા) ધારણ કરેઃ
૧૧