________________
પ્રકરણ ૩ જુ: આચાર્ય
૧૫૯ કુટુમ્બીજને માટે નીપજાવેલા આહારમાંથી દાતારને સંકેચ ન પડે તેમ થોડે નિર્દોષ આહાર ઘણાં ઘરોમાંથી લઈ સંતોષ માને છે.
ભિક્ષાચરી તપના ૪ પ્રકાર છે. ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાલથી, ૪. ભાવથી. દ્રવ્યથી ર૬ પ્રકારનો અભિગ્રહ. ૧. ઉકિપત્ત ચર–વાસણમાંથી વસ્તુ કાઢીને આપે તે લેવી. ૨. નિખિત્ત ચરએન્વાસણમાં વસ્તુ નાખતાં જે તે લેવી.
૩. ઉકિખત્ત, નિખિત્ત ચર–વસ્તુ બહાર કાઢીને પાછી અંદર નાંખતાં દે તે લેવી.
૪. નિખિત્ત ઉફિખત ચરએ-વાસણમાં નાખી પાછી કાઢતી વખતે જે તે લેવી.
૫ વટ્ટીજજમણ ચરએ–બીજાને આપતાં મધ્યમાં દે, તે લેવી.
૬. સાહિરિજજમા ચરએ–બીજે લેતે હોય તેની મધ્યમાં દે તે લેવી.
૭. ઉવણિએ ચએ-બીજાને દેવા લઈ જતો હોય ને તે લેવી.
૮. અવણિએ ચરએ–બીજાને દેવા માટે લાવતા હોય અને આપે તે લેવી.
૯. ઉવણિય અવણિય ચરએ-કોઈને દેવા જઈને પાછા ફરતાં આપે તે લેવી.
૧૦. અવણિય ઉવણિએ ચરએ-બીજાનું લઈને પાછું દેવા જતાં જે તે લેવી.
૧૧. સંસઠ ચરએ-ભર્યા હાથે દે તે લેવી. ૧૨. અસંસઠ ચર–ખાલી હાથે દે તે લેવી. ૧૩. તજજાએ સંસઠ ચરએ–જે વસ્તુ હાથમાં હોય તે દે તે લેવી. ૧૪. અન્નાએ ચરએ-અજ્ઞાત કુળથી લેવી.