SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૫૪ જેન તત્ત્વ પ્રકાશ કરે નહીં તેમ જ આમતેમ જુએ નહિ, પ્રતિલેખન કરેલ વસ્ત્રાદિને પ્રતિલેખ્યા વિનાનાં વસ્ત્રાદિ સાથે ભેળવી દે નહીં. પ્રથમ મુહપત્તી, પછી ગુચ્છ, ચોલપટ, ચાદર, હરણ, વગેરેની કમશઃ પ્રતિલેખના કરે. ૪ ભાવથી–ઉપગ સહિત ઉપકરણે વાપરે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં ૩૨ મી ગાથામાં કહ્યું છે કે : “ Wય ૨ ચોરસ” અર્થાત્ સાધુના વેષથી લોકોને પ્રતીતિ થાય છે કે, આ સાધુ છે. એટલા માટે વસ્ત્રાદિ ધારણ કરવાની જરૂર છે; નહિ કે અભિમાન કિવા દેહમમત્વને કારણે. પ. પારિઠાવણિયા સમિતિ–ઉચ્ચાર” વડીનીત, “પાસવણ” લઘુનીત, ખેલ બળખે, “જલ” મેલ, “સિંઘાણ લીંટ વગેરેને ૧. દ્રવ્યથી—ચતનાપૂર્વક પાઠવે. જ્યાં જીવજંતુ ન હોય, છે, બીજ, વગેરે ન હોય ત્યાં જતનાથી નાખે. ૨. ક્ષેત્રથી–જેની માલિકીની તે જમીન હોય તેની આજ્ઞા લે. અગર માલિક ન હોય અને જગ્યા અપ્રતીતકારી કલેશ ઉત્પન્ન કરાવવાવાળી ન હોય તે ત્યાં શકેદ્રજીની આ આજ્ઞા લઈને પરડવે. ૩. કાળથી—દિવસે સારી રીતે જોઈને અને રાત્રે, દિવસે જોઈ રાખેલી નિરવદ્ય જગ્યામાં પરઠવે. ૪. ભાવથી–શુદ્ધ ઉપયુક્ત યતનાપૂર્વક પરઠે. જતી વખતે “આવસહિ” (હું આવશ્યક કામે જાઉં છું) કહે. પરવતી વખતે માલિકની આજ્ઞા છે, એટલા માટે “અણુજાણહ મે મિ ઉગહ” કહે, પરઠવ્યા પછી આ વસ્તુથી હવે મારે કંઈ પ્રજન * દક્ષિણાર્ધ લેકના માલિક શકેંદ્ર, ભગવાન મહાવીરને કહી ગયા છે કે : સાધુ આદિ ચારે તીર્થને નિરવઘ કામમાં મારી માલિકીની જગ્યાનો ઉપયોગ કરવાની મારી આજ્ઞા છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy