________________
પ્રકરણ ૩ જુ : આચાર્ય
૧૫૩ અને શગુની વેત રંગની અને પ્રમાણોપેત (માપસર) વસ્ત્રની ૩ ચાદર (ઓઢવા માટે) રાખે, એક ચોલપટ (પહેરવા માટે) +રાખે, એક બિછાનાનું વસ્ત્ર રાખે, એક ગુચ્છક (ગુર છો) વસ્ત્ર, પાત્ર તથા શરીર પર રહેતા જીવોનું પ્રમાર્જન કરવા રાખે.
ખાળ, ગટર, વગેરેમાં લઘુનીતિ (પેશાબ) કરવાથી દુર્ગધ ઉત્પન્ન થાય, રેગાદિ ઊપજે, ચેપી રોગને પણ ડર રહે. તેની સાથે સમૂર્ણિમ મનુષ્ય જીવની હિંસા થાય. તેથી એક પાત્રમાં લઘુનીત કરી એકાંત જગ્યામાં છૂટું છૂટું પરઠી દે.
ભિક્ષા લાવવાનાં પાત્ર રાખવાની ઝોળી, પાણ ગળવાનું ગળણું, પાત્ર સાફ કરવાનું કપડું, વગેરે ઉપકરણ સાધુ સદૈવ પાસે રાખે છે. અને ખપ પડે ત્યારે પાટ, પાટલા, પરાળ (ઘઉં કે ચાવલનાં છોતરાં) ગૃહસ્થને ત્યાંથી વાચી લાવે છે, અને કામ પતી ગયે પાછાં આપે છે.
ઉક્ત ઉપકરણને ૧. દ્રવ્યથી—યતનાથી ગ્રહણ કરે, યતનાથી રાખે, બિનજરૂરી બગાડ કે નાશ ન કરે.
૨. ક્ષેત્રથી–ગૃહસ્થના ઘરમાં રાખીને રામાનુગ્રામ વિહાર કરે નહીં. કારણ કે પ્રતિબદ્ધ થવાય છે અને પ્રતિલેખનના પ્રમાદને દોષ લાગે છે.
૩ કાળથી-પ્રાતઃકાળ અને સંધ્યાકાળ બને વખત બધાં વસ્ત્ર, પાત્ર અને ઉપકરણોનું પ્રતિલેખન કરે. પડિલેહણ કરતાં વાત
* પ્રતિલેખનના ૨૫ પ્રકાર :વસ્ત્રના ૩ વિભાગ કરી પ્રત્યેક વિભાગની ઉપર, નીચે અને મધ્યમાં એમ ૩ ઠેકાણે દષ્ટિથી દે, એ ૩ X ૩ = ૯ અખોડા થયા. એ જ પ્રમાણે, વસ્ત્રની બીજી બાજુ જુએ તે ૯ પખેડા. એમ ૧૮ થયા. તેમાં જીવની શંકા પડે તો આગળના ૩ અને પાછળના ૩ એમ ૬ વિભાગની ગુચ્છાથી પ્રમાર્જના કરે. એ છે પુરીભાએ ૨૪ પ્રકાર થાય, અને ૨૫ મે પ્રકાર શુદ્ધ ઉપયોગ રાખવો તે.