________________
૧૪
પ્રકરણ ૩ જું : આચાર્ય
૯. અનુપ્રેક્ષા-સંભારે નહીં. ૧૦. ધર્મસ્થા–ઉપદેશ કરે નહીં. ૨. ભાષા સમિતિ-યતના પૂર્વક બેલે તેના ૪ પ્રકારઃ
૧. દ્રવ્યથી-કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, હિંસક, પીડાકારી, સાવદ્ય, મિશ્ર, કેળકારક, માનકારક, માયાકારક, લોભકારક, રાગકારક, ષકારક, અપ્રતીતકારી અને વિકથા એ ૧૬ પ્રકારની ભાષા બેલે નહીં.
૨. ક્ષેત્રથી-રસ્તે ચાલતાં વાર્તાલાપ કરે નહીં. ૩. કાળથી-પહોર રાત્રિ વીત્યા પછી ઉચ્ચ સ્વરે બોલે નહીં. ૪. ભાવથી-દેશ કાલ ઉચિત સત્ય, તથ્ય, પશ્ય વચન બોલે.
૩. એષણ સમિતિ-૧. શય્યા (સ્થાનિક) ૨. આહાર, ૩, વસ્ત્ર, ૪. પાત્ર નિર્દોષ ગ્રહણ કરે. તેના ૪ ભેદ :
૧. દ્રવ્યથી-૪ર તથા ૯૬ દોષરહિત શય્યાદિ ચારે વસ્તુ ભોગવે.
* ૯૬ દેવ–૧. સારા-સમુચ્ચયે સાધુ માટે બનાવેલ આપે તે આધાકમી.
૨. તિરં—એક સાધુને ઉદ્દેશીને બનાવેલ તે ઉદેશિક.
૩. કુતિ -ગૃહસ્થ નિમિત્ત બનેલા આહારમાંથી સાધુને વહોરાવતા એક કણ પણ પડી ગયું હોય તે તે પણ લે કપે નહીં.
૪. મિત્ર-ગૃહસ્થ અને સાધુ માટે ભેળું બનાવે તે મિશ્ર. ૫. દવા-આ ચીજ તે સાધુને જ આપીશ એમ સ્થાપન કરી રાખે.
૬. દુરિયા-કાલે સાધુજી ગોચરી કરવા પધારશે તે કાલે મહેમાનોને પણ જમાડીશ એમ કહી દે.
૭. પાકા-દીપક આદિથી અંધારામાં પ્રકાશ કરીને આપે. ૮. શિયાણ-સાધુ માટે વેચાતું લઈને આપે તે. ૯. મી -ઉધાર લાવીને આપે.