________________
પ્રકરણ ૨ જું : સિદ્ધ
૧૨૩ નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સામાનિક, આત્મરક્ષક આદિ નાનામોટા દેવ કેઈ નથી. સઘળા સમાન રિધ્ધિવાળા છે. તેથી તેઓ “અહમેન્દ્ર કહેવાય છે. અહીં ફક્ત સાધુઓ જ આયુષ્ય પૂર્ણ થયે ઉત્પન્ન થાય છે.
ઉક્ત બાર દેવક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન એ ૨૬ સ્વર્ગના ૬૨ પ્રતર અને ૮૪,૯૭,૦૨૩ (ચોરાશી લાખ સત્તાણું હજાર ત્રેવીસ) વિમાન છે. તે બધાં રત્નમય છે. અનેક સ્થંભ પરિમંડિત, અનેકવિધ ચિત્રોથી ચિત્રિત, અનેક ખતીઓ તથા લીલાયુક્ત પૂતળીઓથી શોભિત, સૂર્ય જેવાં ચકચકિત અને સુગંધથી મઘમઘાયમાન હોય છે.
પ્રત્યેક વિમાનમાં ચોતરફ બગીચા હોય છે. જેમાં રત્નની વાવડી, રત્નમય નિર્મળ જળ અને કમળોથી મને હર છે.
રત્નોનાં સુંદર વૃક્ષ, વલ્લી, ગુચ્છ, ગુલ્મ, તૃણ, વાયુથી પરસ્પર અથડાવાથી તેમાંથી ૬ રાગ ૩૬ રાગિણી નીકળે છે. ત્યાં સેના રૂપાની. રેતમાં વિધવિધ આસને હોય છે. અતિ સુંદર સદૈવ નવયૌવનથી લલિત, દિવ્ય તેજ કાંતિના ધારક સમચતુરસ સંસ્થાને સંસ્થિત, અત્યુત્તમ મણિરત્નનાં વસ્ત્રાભૂષણથી અલંકૃત દેવદેવીઓ ઈચ્છિત ભોગ ભોગવતાં પૂર્વોપાર્જિત પુણ્ય ફળ અનુભવતા વિચરે છે.
જે દેવનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડિયે શ્વાસોશ્વાસ લે છે, અને તેટલા જ હજાર વર્ષે આહારની ઈચ્છા ઊપજે છે. જેમકે સર્વાર્થ સિધ્ધવાસી દેવેનું ૩૩ સાગરનું આયુષ્ય છે તે ૩૩ પખવાડીએ (૧૬ો મહિને) શ્વાસે શ્વાસ લે છે. અને ૩૩ હજાર વર્ષ આહાર ગ્રહણ કરે છે. દેવોને કવલ આહાર નથી, પણ રેમ આહાર છે. અર્થાત્ જ્યારે તેમને આહારની ઈચ્છા થાય. છે ત્યારે અચિત શુભ પુદ્ગલેને રામરામથી ખેંચીને તૃપ્ત થઈ જાય છે.