________________
૧૧૨
જૈન તત્વ પ્રકાશ અંદરના કરતાં અર્ધા જાણવાં. અઢી દ્વીપની અંદરના જોતિષીનાં વિમાને અર્ધા કવિઠા (કેડું) ફળના આકારે, નીચેથી ગોળ અને ઉપર સમતલ છે. અને અઢી દ્વીપની બહારના જ્યોતિષીનાં વિમાન ઇંટના આકારે (લંબાઈ વધારે અને પહોળાઈ ઓછી) છે.
બહારનાં વિમાનને પ્રકાશ પણ મંદ હોય છે. એટલે ઉદય થતાં સૂર્યચંદ્રના જેવું તેઓનું તેજ હોય છે. અઢી દ્વીપની અંદરના
જ્યોતિષી ફરતા રહેવાથી રાત્રિદિવસ આદિ સમય પલટ થયા કરે છે. અને તેનાથી આવલિકા, મુહૂર્ત, આદિ કાળનું પ્રમાણ થઈ શકે છે. અને બહારના જ્યોતિષી સ્થિર રહેવાથી જ્યાં રાત્રિ ત્યાં રાત્રિ અને. દિવસ ત્યાં દિવસ કાયમ રહે છે
સર્વ જ્યોતિષના ઈંદ્ર ચંદ્રમા અને સૂર્ય છે. પ્રત્યેક ચંદ્રસૂર્યની. સાથે ૮૮ ગ્રહ, + ૨૮ નક્ષત્ર અને છાસઠ હજાર નવસે. અને ૭૨ ભાનુબેત્તરની બહાર છે. એ જ પ્રમાણે, આગળ ક્રમશઃ ત્રિગુણ કરતા જવા અને પાછળના દ્વીપ સમુદ્રના ભેળવતા જવું આ રીતે હરેક દ્વીપ સમુદ્રના ચંદ્રસૂર્યનું પ્રમાણ જાણી શકાય છે. અઢી દ્વીપની બહાર ચંદ્રસુર્ય વચ્ચે ૫૦૦૦૦૦ યોજનનું અંતર છે. ચંદ્ર ચંદ્ર તથા સૂર્ય સૂર્ય વચ્ચે ૧ લાખ જનનું અંતર છે. એ રીતે સર્વ સ્થાનમાં જાણી લેવું.
૪ ૮૮ ગ્રહના નામ:- ૧. અંગારક, ૨. વિકાલક, ૩ લેહિતાક્ષ, ૪. શનિશ્ચર, ૫ આધુનિક, ૬. પ્રધુનિક, ૭. કણ, ૮. કણક, ૯. કણકણક, ૧૦. કવિતાની, ૧૧. કણશતાની, ૧૨. સોમ, ૧૩. સહિત, ૧૪. અશ્વશત, ૧૫. કાર્ષોત્વત, ૧૬. કક, ૧૭. અજક, ૧૮, દુહભક, ૧૯. શંખ, ૨૦. શંખનામ, ૨. શંખવર્ણ, ૨૨. કેશ, ૨૩. કેશનામ, ૨૪. કેશવ ૨૫. નીલા ૨૬. નીલમાસ, ર૭. રૂ૫, ૨૮. રૂપાયભાસ, ૨૯. ભસ્મ, ૩૦. ભસ્મરાસ, ૩૧. તિલ, ૩૨ તિલપુષ્પવર્ણ, ૩૩. દક, ૩૪. દકવર્ણ, ૩૫. કાય, ૩૬. બધ્ય ૩૭. ઈદ્રાંગી, ૩૮ ધુમકેતુ, ૩૯. હરિ, ૪૦. પિંગલક, ૪૧. બુદ્ધ, ૪૨. શુક, ૪૩. બૃહસ્પતિ, ૪૪. રાહુ ૪૫. અગમ્ય, ૪૬. માણવક, ૪૭. કાળ , ૪૮. ધુરક ૪૯. પ્રમુખ, ૫૦. વિકટ, ૫૧. વિષકલ્પ, પર. પ્રકલ્પ, ૫૩. જયેલ. ૫૪. અરૂણ, ૫૫. અનિલ, પ૬ કાળ, ૫૭. મહાકાળ, ૫૮. સ્વસ્તિક, ૫૯. સોવસ્તિક,