________________
૧૦૪
જેન તત્વ પ્રકાશ
તેથી આગળ ૬૦૦ એજન જઈએ ત્યાં ૬૦૦ એજન લાંબા પહોળા ૧, અશ્વમુખ રહસ્તીમુખ, ૩. સિંહમુખ અને, ૪. વ્યાઘમુખ એ ચાર દ્વીપ છે. તેથી આગળ ૭૦૦ યોજન જઈએ ત્યાં ૭૦૦ જન લાંબાપહોળા, ૧, અશ્વકર્ણ, ૨; સિંહકર્ણ ૩. અકણું અને ૪. કર્ણ પાઉરણ એ ચાર દ્વીપ છે.
તેથી આગળ ૮૦૦ જન જઈએ ત્યાં ૮૦૦ જન લાંબાપળા ૧. ઉલ્કામુખ, ૨. મેઘમુખ ૩. વિદ્યુતમુખ અને ૪ વિજજુદંત એ ચાર દ્વીપ છે. તેથી આગળ ૯૦૦ જન જઈએ ત્યાં ૯૦૦ એજન લાંબાપહોળા ૧. ઘનદંત, ૨. લખદંત, ૩. ગૂઢદંત અને, ૪. શુદ્ધિદંત એ નામના ચાર દ્વીપ છે.
ચુદ્ઘહિમવંતની પેઠે જ ઐવિત ક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વતની ૪ દાઢાઓ પર પણ ઉપરોક્ત નામના ૨૮ અંતરદ્વીપ છે. બને મળી ૫૬ અંતરદ્વીપ છે ૪. તેમાં પાપમના અસંખ્યાતમાં ભાગનું આયુષ્ય અને ૮૦૦ ધનુષ્યના દેહમાનવાળાં યુગલ મનુષ્ય રહે છે.
આ છપ્પન અંતરદ્વીપમાં ત્રીજા આરા જેવી રચના સદૈવ હોય છે. ત્યાંનાં મનુષ્ય પણ મરીને દેવગતિમાં જાય છે.
જંબુદ્વીપનાં ચારે દ્વારથી પંચાણું હજાર યોજન દુર લવણ સમુદ્રમાં જઈએ ત્યાં વજરત્નના ૪ પાતાલ કલશા આવે છે. તે ૧ લાખ એજનના ઊંડા છે, ૧૦૦૦૦ યજન વચ્ચે પહોળા છે, ૧૦૦૦ યોજના તળિયે અને ૧૦૦૦ યોજન મેઢા પાસે પહોળા છે. ૧૦૦ યોજનની જાડી ઠીકરી છે. તેનાં નામ પૂર્વમાં વલય મુખ, દક્ષિણમાં કેતુ, પશ્ચિમમાં યૂપ અને ઉત્તરમાં ઈશ્વર.
* જીવાભિગમ સૂત્રમાં દાઢાઓનાં નામ ન હોવાથી કોઈ આચાર્ય કહે છે કે ચુલહિમવત અને શિખર પર્વતના બને ખૂણાથી લવણ સમુદ્રમાં ઉપયુક્ત અંતરથી અલગ અલગ બેટ છે. તેથી તેને અંતરીપ કહે છે.