________________
પ્રકરણ ૨ નું સિદ્ધ
૧૫. મિથ્યાત્વની વૃદ્ધિ થાય. ૧૬. દેવતાનાં દર્શન દુર્લભ થાય. ૧૭. વૈતાઢય પર્વતના વિદ્યાધરોની વિદ્યાને પ્રભાવ ઓછો થાય. ૧૮. દૂધ વગેરે સરસ વસ્તુઓનું સત્ત્વ ઘટી જાય. ૧૯. પશુઓ અલ્પાયુષી થાય. ૨૦. પાખંડીઓની પૂજા વધે.. ૨૧. સાધુઓને ચાતુર્માસ કરવા જેવાં ક્ષેત્રે ઘટી જાય. ૨૨. સાધુઓની ૧૨ અને શ્રાવકની ૧૧ પ્રતિમાના ધારક રહે
૨૩. ગુરુ શિષ્યને ભણાવે નહિ. ૨૪. શિષ્ય અવિનીત અને કલેશી થાય, ૨૫. અધમ, કદાગ્રહી, ધૂર્ત, દગાબાજ, ટંટાર એવા
મનુષ્યોને વધારે હોય. ૨૬, ધર્માત્મા, સુશીલ, સરળ સ્વભાવવાળાં મનુષ્ય થડા હોય. ૨૭. ઉસૂત્ર પ્રરૂપક, લોકોને ભ્રમમાં ફસાવનાર એવાં મનુષ્યો
ધમજન નામ ધરાવે. ૨૮. આચાર્યો અલગ અલગ સંપ્રદાય સ્થાપી આપસ્થાપના અને
પર-ઉત્થાપના કરે. ૨૯. મ્લેચ્છ રાજા ઘણા થાય. ૩૦. લોકેને ધર્મપ્રેમ ઘટતું જાય.
આ પ્રમાણે ક્રમશઃ હાનિ થતાં થતાં પાંચમા આરાના છેલ્લા દિવસે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થાય છે. ત્યારે ઈન્દ્ર કહે છેઃ “હે કે, કાલે છ આરો બેસવાને છે. માટે સાવધાન થાઓ. ધર્મકરણ કરવી હોય તે કરી લો. આ સાંભળીને ઉત્તમ ધર્માત્મા મનુષ્ય હશે તે મમત્વને ત્યાગી અનશનવ્રત (સંથારો) ધારણ કરી સમાધિસ્થ બનશે. પછી મહાસંવર્તક વાયરા વાશે. તેને લીધે વૈતાઢય પર્વત, ઋષભકુટ, લવણ સમુદ્રની ખાડી, ગંગા અને સિંધુ નદી