________________
સારાંશ બને. ૧ ગુલાબચંદ કે છેક હવે ? ૨ વાડિલાલ કે છેક હતો ? ૩ ગુલાબચંદે વાલલાલને પૂજાને માટે શું પુછ્યું હતું ? ૪ ગુલાબચંદે વડિલાલને કેવી શીખામણ આપી હતી ? પ છેવટે વાડીલાલે શી કબુલાત આપી હતી ?
પાઠ ૪ થે.
સામાયિક.
માધવ અને મનસુખ કરીને બે શ્રાવકના છોકરા હતા. માધવ હમેશાં ધર્મ ઉપર પ્રીતિવાળે, અને ધર્મને માર્ગે ચાલનારે હતે. મનસુખ ધર્મ ઉપર પ્રીતિવાળે અને ધર્મની વાતો કરનારો હતે. " પણ તે પ્રમાણે વર્તનારો નહોતો. આ બંને મિત્ર પાડેશમાં ૨હેતા હતા. અને સાથે જ અભ્યાસ કરતા હતા. મનસુખ ફકત ધમની વાત કરનારે છે, પણ ધર્મની ક્રિયા કરનારે નથી, એ વાત માધવને જાણવામાં ન હતી. તે તે મનસુખને ઘણેજ ધૂમ અને ધર્મ પ્રમાણે વર્તનાર જાણતો હતો.
. એક વખતે સવારમાં માધવ, મનસુખને ઘેર આવ્યા મનસુખ તે વખતે પોતાના ભાઈઓની સાથે સોગઠાબાજી રમતો હતે. તે જોઈ માધવે પુછયું, ભાઈ મનસુખ ? આજે અત્યારે આ કયાંથી સૂઝયું ? તમે બધાને તે એમ કહે છે કે, સવારમાં તે સામાયિક કરવું જોઈએ, અને તે પછી પિતાને અભ્યાસ કરે જોઈએ, વળી