________________
૧૨
પાઠ ૭ મો.
સત્ય. અવેરચંદ અને પ્રેમચંદ નામના બે કરાએ જૈનશાળામાં એકજ વર્ગની અંદર ભણતા હતા. તેમાં ઝવેરચંદ જાડી બુદ્ધિના હતા, અને પ્રેમચંદ ઘણા હશિયાર હતા. અવેરચંદ બુદ્ધિમાં ઊતરતા હતા ખરા, પણ તેનામાં એક ગુણ સારા હતેા, તે પેાતાના વર્ગમાં માસ્તરની પાસે અને ઘરમાં માબાપની પાસે કદિ પણ ખાટું ખેલતા નહિ; જે સત્ય હાય તે કહી દેતે હતા. પ્રેમચંદ બુદ્ધિમાં ચતુર હતા,પણ તેનામાં જાડુ* ખેલવાની કુટેવ હતી. એક વખત માસ્તરે ઝવેરચંદને પૂ ંછ્યું, ઝવેરચ’દ ! ગઈ કાલે તું કેમ જૈનશાળામાં આવ્યે નહાતા ઝવેરચદે કહ્યું, સાહેબ ! મને પાઠ આવડતા ન હતા, તેથી હું શાળામાં આવવાને શરમાયા. પછી માસ્તરે પ્રેમચનને પૂછ્યું, પ્રેમચંદ ! તું ગઈ કાલે શાળામાં કેમ આવ્યા નહાતા ? પ્રેમચદ એલ્યા—સાહેમ ! મારે ઘેર કાલે મેમાન આવ્યા હતા; તેથી હું નહાતા આવ્યા. માસ્તરે ફરીવાર પૂછ્યું, તે કાલે પાઠ કર્યા હતા ? પ્રેમચંદે કહ્યું, હા, સાહેબ ! મે* પાઠ કર્યા હતા, માસ્તરે કહ્યું, ત્યારે કાલના પાઠ એલી જા, પ્રેમચ'દ એલ્યા સાહેબ ! અત્યારે મને યાદ નથી. ગઈ કાલે યાદ હતા. આ પ્રમાણે પ્રેમચંદના કહેવાથી તેના માસ્તરના મનમાં આવ્યું કે, આ કરો જાડુ' લે છે, માટે તેને શિક્ષા કરવી. પછી પ્રેમગઢને છેલ્લે બેસાર્યા, અને ઝવેરચંદનાં ખહુ વખાણુ કી.