________________
૩૮
જન વિકલ્પદ્રુમ પ્રજામાં આજે પણ જેમનું તેમ ચાલુ છે; પરંતુ પુરુષોના કપાળમાં છે આવા પ્રકારનું જે તિલક જાનાં ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જેમાંથી નાબુદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જૈન વિષય સંબંધીનાં ચિત્રોમાં તેમજ અમદાવાદમાં નાગજી ભુદરની પિળના દેરાસરના ભૂમિગતમાં આવેલી વિ.સં. ૧૧૦૨ (ઈ.સ. ૧૦૪૫)ની ધાતુની જિનમર્તિના તથા પંદરમા સૈકાના ધાતુના બે પંચતીર્થના પટમાંની જિનમૂર્તિના કપાળમાં પણ આવા એ પ્રકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ છીએ કે પંદરમી સોળમી સદી સુધી તે ગુજરાતનાં પુરુષપાત્રો, પછી તે જૈન હો કે વૈષ્ણવ, પિતાના કપાળમાં આવા એ પ્રકારનું તિલક કરતા હોવા જોઈએ. તે પ્રથા કયારે નાબૂદ થઈ તેનું ખરેખરું મૂળ શેધી કાવું મુશ્કેલ છે, પરંતુ એટલું તે ચોક્કસ છે કે મિ. મહેતા કહે છે તેમ. પ્રાચીન ચિત્રોમાં મળી આવતાં આવા સ્વ પ્રકારનાં તિલક કોઈ સંપ્રદાયનાં વતક નહેતા ૧ તીર્થંકરનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલકો મળી આવે છે. સાધુ અગર સાવીના કપાળમાં કોઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાધ્વીએનાં કપડાં પહેરવાની રીત તદ્દન જુદી જ દેખાઈ આવે છે, કારણકે સાધુઓને એક ખભે અને માથાને ભાગ તદ્દન ખુલ્લો-વસ્ત્ર વગરને હોય છે; જ્યારે સાધ્વીઓને પણ માથાનો ભાગ ખુલ્લો હોવા છતા તેઓનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાથી આચ્છાદિત થએલુ હોય છે. પ્રાચીન ચિત્રામા રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજુઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે.૩૨
મેગલ સમય પહેલાના એક પણ જૂના ચિત્રમાં સ્ત્રીઓના માથા ઉપર એાઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચાળી પહેરે છે, પણ તેના માથાનો ભાગ તદ્દન ખુલ્લો હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાનો ચાલ મોગલ રાજ્ય પછીથી શરૂ થએલો હોય એમ લાગે છે. મેગલ સમય પહેલાંના દરેક ચિત્રમાં સ્ત્રીઓની માફક પુરુષને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંડા વાળેલા જૂના ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી પુરુ દાદી રાખતા અને કાનમા આભૂષણે પણ પહેરતા.૩ સ્ત્રીઓએ માથે ઓઢવાને અને પુરુષોએ ચોટલા તથા દાઢી કાઢી નખાવવાને રિવાજ મેગલ રાજ્ય અમલ પછીથી જ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે.
૩૧ જુએ ટિ. ૧. લેખ નું ૨૩ ૩૨ “એક દિવસ પ્રાત:કાળને વિષે કુમારપાળ ૭૨ સામતે, ૩૬ રાજકુળ અને બીજા અનેક કવિ, વ્યાસ, પુરોહિત, રાજગુરુ, મંત્રી વગેરે પરિજન સહિત રાજસભામાં સુવર્ણના પુરુવપ્રમાણ આસન ઉપર બેઠા હતા, તેવામાં તેણે કાંચનમય આસન ઉપર બેઠેલા હેમચંદ્રાચાર્યને કહ્યું. . .'–કુમારપાલ પ્રબંધ ભાષાંતર, પૃષ્ઠ ૧૦૯. ૩૩ “આ પુસવને માણુ તો છે નહિ અને આ બધી એનાં શાદિ લક્ષણ કહે છે એ બે આશ્ચર્ય છે, એમ વિચારી કુમારપાળે તેમને પૂછયું, એટલે તેમણે તેમને કહ્યુ કે હે નામ સાંભળો... પૃષ્ઠ ધસારે છે તેથી વિણીનું અનુમાન થાય છે, કંપે પસારા છે તેથી કણભરણની લહમી પ્રકટ થાય છે, કાતી બધી ગેર છે, તે ઉપરથી લાંબી દાઢી હશે એમ જણાય છે વગેરે'
કુમારપાળ ચરિત્ર ભાવાતર ૫.૪૧ ચાત્રિસુંદર ગણિત-(પંદરમી સદી)