________________
ગુજરાતની જૈનાશિત કળા અને તેને ઈતિહાસ
૩૭ પછીનાં છે. એલોરાનાં ભિત્તિચિત્રાની તારીખ કદાચ દસમી અગર અગીઆરમી સદીની હશે. ગમે તેમ હોય, પણ તે આપણી દલીલને બરાબર બંધબેસતાં નથી. ચિત્રકારોએ તેમાં ફક્ત ચહેરાઓના ચક્ષઓની સમાનતા સિવાય બીજી વિશેષતાઓ, જેની આપણે ઉપર ચર્ચા કરી ગયા, તેની રજાઆત તે ચિત્રામાં કરી દેખાતી નથી.ચહેરાઓનાં ચક્ષુઓની આ રીત, જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી, અજંતા, બાધ, સીતાનવાસલ અને એલોરાની જેન (દિગબર) ગુફાઓમાં પણ દેખાતી નથી; અને કાંચીવરમના સ્થાપત્યનિર્માણવાળા દિગંબર મંદિરમાં પણ (કે જ્યા બે જાતનાં ભિત્તિચિત્રો છે, એક જાતનાં શિખરની નીચેની છત ઉપર અને બીજો દિવાલો ઉપર) નથી. દિગંબર જૈને મૂર્તિઓને વધારાનાં ચક્ષુઓથી શણગારતા નહિ હોવાથી તેમને દેવમંદિરની મૂર્તિઓની નકલ કરવાની હોય જ નહિ કે જેવી રીતે શ્વેતાંબરે શણગારે છે. આના માટે આપણે હજુ વળી આગળ વધીને કહી શકીએ કે વેતાંબર ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ જે પ્રમાણે મનુષ્યનો ચહેરો ચીન તેનું માત્ર અનુકરણ જ ગુજરાતના વૈષ્ણવ ચિત્ર ચીનારનાર ચિત્રકારોએ કર્યું નહિ કે મિ. ઘેપ કહે છે તેમ પિતાની સ્વાભાવિક ઈરછાથી. પણ જૈન મંદિરોમાં આવેલી મધ્યકાળની જિનમૂર્તિઓ ઉપરથી તે રીતને તેઓ અનુસર્યા હોય તે જ વધારે યુક્તિસંગન લાગે છે. એ ઉપરાંત જ્યાંજ્યા નાના છબિચિત્રોના ચહેરાઓ બીજા એવાં ચક્ષુઓવાળા હોય છે તે સઘળા વેકાબર જિનમૂર્તિના અનુકરણ રૂપે હોય તેમ માલુમ પડે છે. ટુંકાણમા, આ પ્રથાનું મૂળ કાબર મંદિરના સ્થાપત્યમાં સમાએલું છે. આ ઉપસેલાં ચક્ષુઓની પ્રથા વેતાંબર મદિરામાં ક્યારથી શરૂ થઈ તે શોધી કાઢવું મુશ્કેલ છે; તોપણ તે સંબંધમાં મેં મારી જાતે અમદાવાદમાં મળેલા જૈન સાધુ સંમેલન વખતે બે વિયેવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જૈનાચાર્યોની મુલાકાત લીધી હતી અને તેઓશ્રી તરફથી મને જે ખુલાસો મળ્યો હતો તે અક્ષરશઃ નીચે પ્રમાણે છે:
એવા ચક્ષુઓની પ્રથા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહી શકાય નહિ, પરંતુ આ પ્રથા ઘણું પ્રાચીન હોવાનું જૂની જિનમૂર્તિઓ તથા ચિત્રો ઉપરથી અનુમાન થઈ શકે છે. સૌથી પ્રથમ ચક્ષુઓ કોડીનાં વપરાતાં હતાં. તે પછી હાલમાં મેવાડ, મારવાડ આદિ પ્રદેશોમાં વપરાય છે તેવા મીનાકારી (ચાંદીનાં પતરાં ઉપર રંગકામ કરેલા) ચક્ષુઓએ કોડીનું સ્થાન લીધુ. સમય જતાં મીનાકારી ચક્ષુઓની સુલભતા સધળા સ્થળે નહિ હોવાથી તેનું સ્થાન ફટિકના ચક્ષુઓએ લીધુ હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર સ્ફટિક સીધે ટકી શકે નહિ, તેથી તેને પકડી રાખવા માટે ચાંદીના પતરાનાં ખોખાં તૈયાર કરી તેને તેનાથી રસાવી તેની અંદર સ્ફટિકના ચક્ષુઓ મૂકવામાં આવે છે. આથી તેનું કદ ધૂલ થઈ જઈ ચક્ષુઓ ઉપસેલાં (ઉપનેત્રે જેવા દેખાય છે. કેટલેક ઠેકાણે આજે મૂર્તિઓ પર ચર્ચા ચાંટાડવામાં બહુ બેદરકારી બતાવવામાં આવે છે, તેથી જેમ બને તેમ ચક્ષુઓ દર્શન કરનારને વધારે આલ્હાદકારી અને આત્મરમણતા તરફ વધુ ને વધુ ખેંચવાને સહાયકારી થાય તે માટે જિનમૂર્તિને તે બરાબર બંધબેસતાં રહે તેવું ધ્યાન દેવાની આવશ્યક્તા છે.'
વળી આ ચિત્રો મથેની પુરુષ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં આવા આકારનું, પુના કપાળમાં આવા આકારનું અને કેટલાક દાખલાઓમાં = ત્રણ લીટીઓ સહિતનું તિલક જોવામાં આવે છે. રીના કપાળમાં ૦ આવા પ્રકારનું જે તિલક જોવામાં આવે છે તે