________________
૨૩
ગુજરાતની જેનાશિત કળા અને તેને ઈતિહાસ શોભાયમાન ચિત્રશાળામાં વિશેષ તપ કર્મ કરતો અને પરસ ભોજન કરતા હું ચાર માસ પર્યન રહીશ, એવો હું અભિગ્રહ કરું .'
" ઉપરોક્ત ગ્રંથ સિવાય ચિત્રકળા માટેના બીજા સેંકડો ઉલ્લેખ જૈન સાહિત્યના ગ્રંથોમાં મળી આવે છે, પરંતુ વિસ્તારભયથી આટલી નેધથી સંતોષ માનવો પડયો છે.
ગુજરાતની જૈન સંસ્કૃતિ
“સનવ્યા ને રસશણગાર, લતામંડપ સમ ધમગાર'-ન્હાનાલાલ
ગરવી ગૂર્જરભૂમિ પોતાની સુંદરતા અને સમૃદ્ધિને માટે જગતના જાણીતા પ્રદેશોમાં ઘણા જના જમાનાથી-ઇતિહાસના પ્રારંભકાળથી જ વિખ્યાત થએલી છે. ગુર્જરભૂમિ એટલે સંદર્ય અને સમૃદ્ધિશાળી ભૂમિઓની જાણે રાણું. એની જમીન રસવતી અને નદીઓ નીરવતી, એનાં વન રાજવૃક્ષોથી ઘેરાએલાં અને એના ક્ષેત્રો સુધાપોથી છવાએલા, એનું જલ આરોગ્યકર અને પવન આલ્હાદકર, એનું વાતાવરણ સૌમ્ય અને ઋતુમાન સર્વાનુકૂળ–એવી એવી પ્રાકૃતિક વિશિષ્ટતાઓને લીધે એ ભૂમિની આકર્ષકતા અન્ય ભારતીય દેશની અપેક્ષાએ ઘણું મેહક થઈ પડી છે. એના શિરોભાગ તરફ આવી રહેલો હિમાલયના લધુ ભ્રાતા જેવો અબુદાચલ પિતાના પ્રત્યંત પર્વતવાળા પરિવારથી, એ ભૂમિને જાણે મુકુટધારિણું બનાવી રહ્યા છે. એના વક્ષ:સ્થળ ઉપર વહેતી સરસ્વતી, શ્વભ્રમતી (સાબરમતી), મહી, નર્મદા અને તાપી જેવી સરિતાઓએ પિતાની ઉધલ જલધારાઓથી એને “પંચસરહારધારિણુ'ની ઉપમા અપાવી છે. રત્નાકર સમુદ્ર પિતાના પ્રચંડ કલોલથી એના પાદતલનું પ્રક્ષાલન કરી એને પૂણ્યભૂમિની પદવી પ્રાપ્ત કરાવી છે. પ્રાચીન સમયના “અહિંસા પરમો ધર્મના આદ્ય સંસ્થાપક યુગાદિદેવ શ્રી ઋષભનાથ (જેનેના ચોવીસ તીર્થંકર પિકીના પ્રથમ તીર્થંકર), નૈષ્ઠિક બ્રહ્મચર્યને અનુભૂત આદર્શ આપનાર યાદવકુલતિલક શ્રી નેમિનાથ (જૈનોના બાવીસમા તીર્થંકર), કર્મયાગનો સક્રિય માર્ગ ઉપદેશનાર વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરે દિવ્ય પુરષોએ પિતાના પાદસ્પર્શથી એ ભૂમિને પવિત્રતાની મુદ્રા સમાપી છે. જેન, બ્રાહ્મણ, બૌદ્ધ, ખ્રિસ્ત, જસ્ત અને ઈસ્લામ જેવા જગતના સર્વ પ્રધાન ધર્માનુયાયીઓને ઉદાર આશ્રય આપી એ ભૂમિએ ધર્મભૂમિની માનવતી કીર્તિ મેળવી છે. એના શિરોભાગ તરફ આવેલી અર્બુદાચલની પર્વતમાળા. નિમ્નભાગ તરફ આવેલી મહાસમકની વિચિમાળા, દક્ષિણપાર્શ્વ તરફ આવેલી નર્મદા તાપી જેવી નદીની જેડી, આમ પૃથ્વીતલ ઉપરની પર્વત, સિંધુ, રણ અને નદી જેવી વિશિષ્ટ વિભૂતિઓના પરિકરથી પરિવૃત થએલી આ ભૂમિ જાણે કોઈ દિવ્યશક્તિધારિણી દેવી હોય તેવી શોભે છે.
ગૂર્જરભૂમિની આવી સુંદરતા અને સુભગનાને સાંભળી છેઠ ઈતિહાસકાળથી લઈ વર્તમાન શતાબ્દીના આરંભ સુધીમાં અનેક પ્રજાવર્ગો એનો ઉપભોગ કરવા કે આશ્રય લેવા આકર્ષાયા છે.