________________
ભારતીય જેન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
આટલું સામાન્ય વિવેચન કર્યા પછી અમે અહીં તાડપત્ર, કાગળ, કપડા આદિને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી આપીએ છીએ.
તાડપત્ર તા૫ત્ર એ ઝાઝાં પાંદડાં છે. એના ઝાડનું સંસ્કૃત નામ તજ અથવા તાઇ છે અને ગુજરાતી નામ તાડ છે. એ બે જાતનાં થાય છેઃ ૧ ખરતાડ અને ૨ શ્રી તા. ૧ ગૂજરાત વગેરે પ્રદેશની ભૂમિમાં તાડનાં જે ઝાડ જોવામાં આવે છે એ બધાં ય ખરતાડ છે. એનાં પત્ર–પાંદડાં જાડાં, લંબાઈપહોળાઇમાં ટૂંકાં અને નવાં તાજ હોય ત્યારે પણ આંચ કે ટક્કર લાગતાં ભાંગી જાય તેવાં બરડ હોવા સાથે જલદી સડી જીર્ણ થઈ જાય એવાં હોય છે, એટલે એ તાડપત્રને ઉપયોગ પુસ્તક લખવા માટે થતું નથી. ૨ શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં મોટા પ્રમાણમાં થાય છે. તેના પત્ર–પાંદડાં શ્લષ્ણુ, ૩૭x૭ ઈચ કરતાં પણ વધારે લાંબા-પહોળાં ૮ તેમજ સુકુમાર હોય છે. તેને સડી જવાનો કે ખૂબ લચકાવવામાં અગર વાળવામાં આવે તો પણ એકાએક તૂટી જવાનો ભય રહેતો નથી, દલાંક મીતાની જાતિનાં તાડપત્ર લાંબા-પહોળા હોવા છતાં સહજ બરડ હોય છે, તેમ છતાં તેના ટકાઉપણા માટે જરાય અંદેશો રાખવા જેવું નથી. પુસ્તક લખવા માટે આ શ્રીનાડના પાને જ ઉપયોગ કરવામાં આવતા.૨૯
બ્રહ્મદેશ આદિમાં પુસ્તકને ટકાઉ બનાવવા માટે ત્રણ, ચાર અગર તેથી પણ વધારે તાડપાને એકીસાથે સીવી લઈ તેના ઉપર લખવામાં આવે છે, પણ જૈન પુસ્તકે એવી રીતે ક્યારેય લખાયાં નથી. જૈન પુસ્તકો એકવડાં તાડપત્રમાં જ લખાયાં છે.
તાડપત્ર જૂનાં થતાં તેનો સ્વભાવ કાગળ અને કપડાને ખાઈ જવાને હેય તેમ લાગે છે, કેમકે જે તાડપત્રીય પુસ્તકની વચમાંનાં ગૂમ થએલાં કે તૂટી ગએલાં પાનાને બદલે કાગળના જે નવા પાનાં લખાવીને પાછળથી ઉમેરવામાં આવ્યાં છે એ, અત્યારે એટલી જીર્ણ સ્થિતિમાં નજરે પડે છે કે જે જાતની છણે અવસ્થા મૂળ પ્રતિની પણ નથી. સંભવ છે કે તાડપત્રીય પુસ્તકની શાહીમાં લાખ વગેરે પડના હોવાથી તેના સંસર્ગને લીધે પણ કાગળ ખવાઈ જતા હોય. એ ગમે તેમ છે, પણ એક વસ્તુ તે અમારા અનુભવની છે કે તાડપત્રીય પુસ્તક ઉપર બાંધવામાં આવેલાં કપડાં થોડાં વર્ષમાં જ કાળા પડી જાય છે.
કાગળ કાગળને માટે આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં અને ર શબ્દો વપરાએલા
૩૮ પાટણમાં સંઘવીના પાડાના જન જ્ઞાનભંડારમાં યમરાનાતિકની પ્રત છે, જે ૩૭ ઈચ લાબી છે. ૩૯ તાડપત્રને ઝાડ ઉપર જ પ્રઢ થવા દેવામાં આવે છે અને એ ઘરડા થાય તે પહેલાં તેને ઉતારી, સીધાં કરી એકસાથે જમીનમાં દાટવામાં અાવે છે. ત્યાં એ તાડપત્ર પોતાની મેળે સૂકાઈ ગયા પછી એને લખવા માટે ઉપયોગ થાય છે આ રીતે સૂકાએલું તાડપત્ર, તેની લીલાશ તેના પિતાનામાં મરેલી-સમાએલી હાઈવધારે કામળ બને છે. ૪૦ એ ટિ. નં ૩૦ (દસ).