SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૨૪ અઢી દીપ, લેાકનલિકા, સમવસરણુ વગેરેનાં ચિત્રવાળા કાટ્ટિકાઓને સંપુટલક પુસ્તક તરીકે કહી શકાય; અથવા લાકડાની પાટી ઉપર લખાતા-લખેલા પુસ્તકને સંપુટ લક પુસ્તક કહી શકાય. મૅપાટી જે પુસ્તકનાં પાનાં ચેડાં હાઈ ઊંચું ચેડું હોય તે ‘છેદપાટી’ પુસ્તક; અથવા જે પુસ્તક લંબાઇમાં ગમે તેવડું લાંબું કે ટૂંકુ હાય પણ પહેાળું ઠીકઠીક હૈાવા સાથે જાડાઇમાં (પહેાળાઈ કરતાં) આછું હોય તે છેદપાટી' પુસ્તક. આપણાં કાગળ ઉપર લખાએલાં અને લખાતાં પુસ્તકોને આ છેદપાટી પુસ્તકમાં સમાવેશ થઇ શકે. ઉપર પ્રાચીન લેખનસામગ્રીની નોંધ જે ઉલ્લેખાને આધારે લેવામાં આવી છે, એ બધા યે વિક્રમની સાતમી સદી પહેલાંના છે. એ ઉલ્લેખાને આધારે તારવેલી વિવિધ અને બુદ્ધિમત્તાભરી લેખનકળાનાં સાધનાની નોંધ શ્વેતાં એમ અનુમાન થઈ શકે છે કે ગ્રંથલેખનના આરંભકાળમાં આ જાતની કેટકેટલી યે વિશિષ્ટ લેખનસામગ્રી અને સાધના હશે ! પરંતુ ગ્રંથલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીમાં લખાએલા ગ્રંથસંગ્રહમાંના કશા જ અવશેષે અમારી નજર સામે ન હેાત્રાને કારણે અમે એ માટે ચૂપ છીએ. છેલ્લાં એક હાર વર્ષની લેખનસામગ્રી ઉપર જણાવવામાં આવ્યું તેમ પુસ્તકલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીના જૈન લેખનકળાના વાસ્તવિક ઇતિહાસ અંધારામાં ડૂબેલે હાવા છતાં પ્રાચીન ઉલ્લેખાને આધારે તેના ઉપર જેટલા પ્રકાશ પાડી શકાય તેટલા પાડવા યત્ન કર્યાં છે. હવે તે પછીના એક હજાર વર્ષના અર્થાત વિક્રમની અગિયારમી સદીથી આરંભી વીસમી સદી સુધીના લેખનકળા, તેના સાધન અને તેના વિકાસને લગતા ઇતિહાસ અહીં આપવામાં આવે છે. આ લેખનકળા અને તેનાં સાધન આદિના ઐતિહાસિક પરિચય આપવામા અનુકૂલતા રહે એ માટે એની નીચેના વિભાગામાં ચર્ચા કરીશું. ૧ લિપિનું આસન અથવા પાત્ર—તાડપત્ર, કપડું, કાગળ, ભૂપત્ર આદિ; ૨ જે વડે લિપિ લખી શકાય તે—લેખણ, જીજવળ, એળિયું આદિ; ૩ લિપિ રૂપે દેખાવ દેનાર—શાહી, હીંગળેક આદિ; ૪ જે લખાય તે~~ જૈનપ; ૫ જૈન લેખ; } પુસ્તકલેખન અને ૭ પુસ્તકસંશાધન અને તેનાં સાધન, સંત વગેરે. (૧) લિષિનું આસન અથવા પાત્રતાડપત્ર, કપડું, કાગળ અાદિ રાજપ્રશ્નીય સૂત્રમાં ‘લિપિ + આસન–વ્યિાસન' એ નામથી ડિયા ' અર્થ લેવામા આવ્યે છે, તેમ છતાં અમે અહીં લિપિના આસન અથવા પાત્ર તરીકેના સાધનમાં તાડપત્ર, કપડું, કાગળ, કાપટ્ટિકા, ભૂર્જપત્ર, તામ્રપત્ર, રૌપ્પપત્ર, સુવર્ણપત્ર, પત્થર આદિના સમાવેશ કરીએ છીએ. ગુજરાત, મારવાડ, મેવાડ, કચ્છ, દક્ષિણ આદિમાં અત્યારે જે જૈન જ્ઞાનભંડારા વિદ્યમાન છે એ સમગ્રનું અવલાકન કરતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે જૈન પુસ્તકો મુખ્યપણે વિક્રમની
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy