________________
૧૦૩
ચિત્રવિવરણ
Plate II શિવ ૨ શ્રીઅમરચંદસરિ. વિ.. ૧૩૪૯ (ઈ.સ. ૧૨૯૨)ની, પાટણના ટાંગડિયાવાડાના જિનમંદિરમાં આવેલી “પવાનન્દ મહાકાવ્ય” તથા “બાલભારત આદિ ગ્રંથોના કર્તા વાયટગચ્છીય શ્રીઅમરચન્દ્રસરિની આ ભદ્રાસનસ્થ પ્રાચીન શિલ્પપ્રતિમા ગુજરાતના ઈતિહાસ માટે ઉપયોગી છે. તેઓની જમણી બાજુએ . મહેન્દ્રની મૂર્તિ છે. ચિત્ર કે શ્રીદેવચંદ્રસૂરિ. ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ વનરાજને આશ્રય આપીને ચંદુર ગામમાં શ્રાવકને
ત્યાં ઉછેરાવનાર આચાર્ય શ્રી શીલગુણસૂરિના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિની આ પ્રાચીન શિલ્પ પ્રતિમા પણું ગુજરાતના ઇતિહાસ માટે બહુ મહત્વની છે. મૂર્તિની ગરદનની પાછળ જૈન સાધુનું ચિહ્ન એ કતરેલું છે. અચાર્ય ભદ્રાસને બિરાજમાન છે, છાની સન્મુખ રહેલા તેઓના જમણા હાથમા નવકાર વાળીનું ફુમતું છે; ડાબા ઢીંચણની નીચે સ્થાપનાચાર્યજી છે. ચિત્ર શ્રી પાર્શ્વનાથ. પાટણના ખડાટડીના પાડાના જિનમંદિરમાં આવેલી અપ્રતિમ કારીગરી
વાળા પરિકર સહિતની મૂળનાયક શ્રી પાર્શ્વનાથની અદ્ભુત શિલ્પપ્રતિમા. ચિત્ર ૫ લાકડાની પૂતળી. પાટણના કુંભારીઆ પાડાના શ્રીપભદેવ પ્રભુના જિનમંદિરના રંગમંડપમાં
થાભલાની કુંભી પર કોતરેલી લાકડાની શિલ્પમૂર્તિ. ચિત્ર ૬ દેવી પદ્માવતી. પાટણના ખેતરપાલના પાડામાં શ્રી શીતલનાથના જિનમંદિરમાં મળનાયકની
મુનિની છબી બાજુના ખૂણું ઉપર આવેલી પદ્માવતી દેવીની પ્રાચીન રથાપત્ય મૂર્તિ. ચિત્ર ૭ ગૂર્જરેશ્વર વનરાજ. પાટણના પચાસરા પાર્શ્વનાથના જિનમંદિરમાં પિસનાં દેરાસરની જમણી બાજુથી શરૂ થતી ભમતીની પહેલી જ નાની દેરીમાં, ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ વનરાજની, શરીરના દાખવતી આ છબી મૂર્તિ આવેલી છે. તેના માથા ઉપર છત્રનું રાજ્યચિહ્ન છે; તેના મસ્તકની પાછળ આભામંડળ છે. તેને જમણે હાથ સત્તાસૂચક રીતે રાખેલ છે અને ડાબા ખભા ઉપરથી જમણી બાજુની જગ સુધી તે સમયનો શૂરવીરોનો એક રિવાજ સુચવતી જનોઈની માફક નાખેલી લેબંડની સાંકળ છે, જેના મટ્ટાનો ભાગ મૂર્તિના ડાબા હાથથી પકડેલે કરેલો છે. તેની પાછળ પીઠના ભાગમાં ઉત્તરાખંગના વસ્ત્રને છેડે પગના ઢીંચણના પાછળના ભાગ સુધી લટકતો કેતો છે. આ મૂર્તિને અંગમરોડ ચિત્ર નંબર ૮ ની સરસ્વતીની ઊભી મૂર્તિના સંવત ૧૧૮૪ના ચિત્ર સાથે બરાબર મળતો આવે છે. એટલે કેટલાકે જે એમ માને છે કે આ મૂર્તિ મુસલમાની રાજ્યઅમલ દરમ્યાનની છે. ને માન્યતા ખોટી કરે છે. અલબત્ત, એવા અંગમરોડની રજુઆત બારમા સૈકા પછીનાં ચિમાં અગર મુર્તિઓમાં જવલ્લે જ દેખાય છે. મારી માન્યતા પ્રમાણે આ મૂર્તિ બારમા સૈકા પછીની તે નથી જ. વનરાજની જમણી બાજુએ આવેલી મૂર્તિ તેના મંત્રી જાંબની નહિ, પણ તેની નીચેની
The figures of the king and of his Mantrı or minister Jamba, u ho stands against the retur mng wall on his night.--- Archeological Survey of Westein India. lol IX. page 44.