________________
જ
છે ચિત્રવિવરણ
Plate I ચિત્ર ૧ (હસવિ. ૧, પાનું ૧૦) શ્રી ઋષભદેવને (પ્રથમ રાજા તરીકે) રાજ્યાભિષેક. ચિત્રમાં ઉપર
અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યાભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગના વર્ણન માટે મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત “શ્રીષભ પંચાશિકા'ના નવમાં લોકમાં નીચે મુજબ વર્ણન આપેલું છે. હે જગન્નાથ! ઇન્દ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક કરાએલા એવા આપને, વિસ્મયપૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પત્રો વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જે (યુગલિકેએ) જેઓ તેમને ધન્ય છે.”-૯
ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર શ્રીષભદેવ બેઠેલા છે. તેમના ઊંચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કાંઈક દેખાય છે તેઓ પોતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક જલ ધારણ કરીને ઊભા રહેલા યુગલિકના એક જોડલા (સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હોય એ ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલો છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના ખેબામાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને વિસ્મિત નયનેએ શ્રી ઋષભદેવ સામે જેવું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બનાવવા ખાતર યુગલિક પુરુષના બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બનાવેલું છે. ત્રણે વ્યક્તિઓના કપડામાં જુદી જુદી જાતના શોભને આલેખેલાં છે, જે પંદરમા સૈકાનાં સ્ત્રીપુરના વૈભવશાલી પહેરવેશની આબેહૂબ રજુઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં બાધેલા ચંદરવામાં શ્રેણીબદ્ધ પાંચ હંસ ચીતરેલા છે.
આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલે, શ્રી ઋષભદેવે પિનાની રાજ્યાવસ્થામા જગતના પ્રાણુઓના ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રસંગ જોવાનો છે.
શ્રી ભપચાશિકા'ના ૧૦મા લોકમાં આ પ્રસંગનું વર્ણન નીચે મુજબ આપેલું છે જેમણે (શબ્દ-વિવા, લેખન, ગણિત, ગીન, ઈત્યાદિ) વિદ્યા-કળાઓ અને (કુંભારાદિકના) શિલ્પો દેખાડયાં છે તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય લગ્ન ઇત્યાદિ) સમસ્ત (પ્રકારને) લોકવ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'—૧૦
તેઓએ બતાવેલી પુરુષની તેર તથા સ્ત્રીઓની એસઠ કળાઓનું વિવેચન આપણે
१ धन्ना सविम्हयं जेहि, झत्ति कयरजमजणो हरिणा।
चिरपरिअनिलणपत्ता-मिसेअसलिलेहिं दिवो सि ॥९॥ ૨ આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુઓ “આવશ્યકણિ” ३ दाविअविवासिप्पो, बजरिआसेसलोअववहारो।
जाओ सि जाण सामिअ, पयाओ ताओ कयस्थाओ ॥१०॥ ૪ જુઓ ૫ ૧૩. કુટનોટ ૨.
૫ ઓ ૧૪. ફટનેટ ૩.