________________
સંગ્રહણીસૂત્રનાં ચિત્ર અને સંપતિને સંપૂર્ણ ભોગ આપ હોય તેમ ચિત્રો જેનારને ખ્યાલ આવે તેમ છે; તે પણ વિષય સંબંધી સંપૂર્ણ જ્ઞાનના અભાવે કઈ કઈ સ્થાને ચિત્રોમાં ખલનાઓ થયેલાં છે જેની નોંધ ચિત્રવિવરણમાં આપવામાં આવેલી છે.
આવું ઉત્તમ ચિત્રસાહિત્ય એકત્ર કરવું, સંકડે વર્ષોની પ્રાચીન પ્રતિઓમાં વર્તતાં તે ચિત્ર ઉપરથી બ્લેક ઉતારી એ જૈનેની પ્રાચીન ચિત્રક્લાને પુસ્તકરૂપે પ્રકાશમાં લાવવી એ યદ્યપિ ઘણું જ દુર્ઘટ કામ છે, સાધનસામગ્રી અને સહકારની સંપૂર્ણ સહાનુભૂતિની અપેક્ષા એ પ્રકાશન અવશ્ય રાખે છે અને એવાં પ્રકાશનોમાં અનેક આડખીલીઓ પણ નડે છે, તે પણ પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવી જૈનત્વના ગેરવને જગત સમક્ષ રજુ કરવાની તમન્નાવાળા મહાશ હરોઈ ઉપાયે સર્વગ સહાનુભૂતિને સંયુક્ત કરવા સાથે આડે આવતી અંતરાયની દીવાલોને પણ દૂર કરી કાર્યસિદ્ધિ કરે છે તે ઘણું જ પ્રશંસનીય અને અનુકરણીય છે. શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબે આ પ્રકાશનકાર્યને મહાન બે પિતાના શિરે ઉપાડ છે. પ્રાથમિક સંયોગોમાં સાધનોને સહકાર સર્વદેશીય ન બનવા છતા, વિદનપરમ્પરાઓ સન્મુખ ખડી છતાં, તેઓના હાર્દિક ઉત્સાહ અને આત્મિક પ્રબલ વાર્થી લાસે સાધનને સર્વદેશીય બનાવ્યા, વિનપરમ્પરાઓ વિરામ પામી અને એક અસાધારણ પ્રાચીન નમૂનેદાર જૈન ચિત્રકલાને પ્રકાશન આપ્યું તે સર્વ માટે તેઓ અનુમોદનાને યોગ્ય છે.
આપણું જૈન સમાજમાં તૈયાર થએલા કાર્યને સર્વક ચાહે છે, યથાશક્તિ તે કાર્યના ગ્રાહક થાય છે અને કાર્ય પૂર્ણ થયા બાદ કાર્યકર્તાની પીઠ પણ થાબડે છે, પરંતુ એ કાર્યના પ્રારંભમાં કાર્ય પૂર્ણ કરવા-કરાવવાની ચાહના, કાર્યના ગ્રાહક થવાની અભિલાષા અને કાર્ય કરનારની પીઠ થાબડવાના પ્રયત્નોમાં ઘણી જ પીછેહઠ અનુભવાય છે એ ઘણું શોચનીય છે. અંતમાં એટલું જ કહેવું ગ્ય છે કે આવા સાહિત્યપ્રેમીઓને જૈન સમાજ સર્વ સાધનોથી વિશેષ પ્રકાશમાં લાવી અન્ય પુરાતન સાહિત્યના પ્રકાશનમાં સાથ આપવા સદા હામ ભીડે અને શાસનાધિષ્ઠાયક દેવ જૈન સમાજના અગ્રણીઓમાં તેવી પ્રેરણાત્મક ચેતનશક્તિ રેડે એ જ હૃદયેચ્છા!
મુનિ શ્રીધર્મવિજય આ ગ્રંથમાં રજુ કરવામાં આવેલાં બહત્ સંગ્રહણુસૂત્રના ચિત્રા” મુગલ સમયની ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના રૂપ છે. મુગલ સમયમાં જ્યારે પશ્ચિમ હિંદની ચિત્રકલા સ્વચ્છતા, સુંદરતા અને વિવિધતામાં સંપૂર્ણ અંશે વિકસેલી હતી તે સમયના ‘જેને ગ્રંથસ્થ ચિત્રકલાના નમૂનાઓ બહુ જ ઓછા જોવામાં આવે છે. સદભાગ્યે અત્રે રજુ કરેલાં ચિત્રાની પ્રત અમદાવાદમાં ભરાએલા શ્રી જૈન સાહિત્ય પ્રદર્શનના કલાવિભાગમાં મારા જેવામાં પ્રથમ વાર આવી. ત્યાર પછી તે પ્રત સિનોર બિરાજતા પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રીઅમરવિજયજીના સંગ્રહની હેવાથી પાછી મોકલવામાં આવી, પરંતુ તેઓના વિદ્વાન સાહિત્યસેવી પૂજ્યશ્રી ચતુરવિજયજીએ આ પ્રત મારા આ પ્રકાશન માટે મને મોકલાવી અને તેનાં ચિત્રો લેવા માટે તેમના તરફથી મને મંજુરી આપવામા આવી તે માટે તેઓશ્રીને આભાર માનું છું.
–સંપાદક