________________
સંજનાચિત્રો
કા એટલે આજના જ લા એટલે સંજનાઃ કુદરતમાં મળી આવતાં સાધનોમાંથી મનુષ્યના મનને રચે અને તેને
આનંદ આપે તેવી રમ્ય ગોઠવણી. પ્રારંભમાં મનુષ્યજીવન જેમ સાદું અને સરળ હોય છે તેમ કલા પણ તે વખતે સાદી અને સરળ રહે છે. પછીથી સમાજજીવનને વિકાસ થતાં કલા સંકુલ અને સકીર્ણ બનતી જાય છે. મનુષ્યની વૈવિધ્ય લાવવાની વૃત્તિ હમેશાં અવનવાં પાન્ત બળ્યા કરે છે. તેને લઈને જ આપણને અસંખ્ય કલાકૃતિઓ જેવાને મળે છે. ભૂમિતિની આકૃતિઓ ભૂમિતિની આકૃતિઓનું વૈવિધ્ય બિંદુ, લીટી અને વર્તુલનાં સરવાળાબાદબાકીમાથી નિપજે છે. તંત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં શ્રીચક્રાદિ પંડ્યાની કલ્પના તથા ચક્રવ્યુહ જેવા અનેક આકારની વ્યરચના આવાં રેખાંકન ઉપર નિર્ભર છે. કુદરતની અનુકૃતિ હરિયાળી વેલ, કુંજાગાર પાંદડાં, રંગબેરંગી ફૂલ અને ઘાટીલાં ફળથી ભરછક એવી કુદરતની વિશાળ વાડી, કલાકારને માટે અનેકાનેક ભાત અને તબ ઉપજાવવાની ખાણ છે. કલાકાર પથ્થરમાં, ધાતુમાં, લાકડામાં, વસ્ત્ર ઉપર અથવા કાગળ ઉપર આ કુદરતની પ્રતિકૃતિ મૂર્તિમંત કરે છે. સાથિયાની આંગણે શોભાવવાની કલા તથા ફૂલમંડળીઓમાં બતાવાતી ફૂલગૂંથણની કલા, પ્રમાણમાં છે વખત ટકનારી છે. છતા બધાની પ્રેરણા તો એક જ છે. વિવિધ વસ્તુઓની સંયોજનાહાર આનંદ મેળવવા કલાકારનું હદય તલસી રહેલું હોય છે. સજીવ સૃષ્ટિનું અનુકરણ કલાકાર ભંગી લીટીઓ અને અગમ્ય વર્તુલોથી આગળ વધે છે ત્યારે ઉડતાં અને કલ્પેલનાં પંખીઓ ચીતરવા માંડે છે. તે પછી હાલતાચાલતાં અને રોજના પરિચયમાં આવનારાં પ્રાણીઓની દૂબહૂ નકલ ઉતારવા પ્રેરાય છે. અને તે કામમાં પિતાની બધી શક્તિઓને એ કામે લગાડે છે. સંયોજિત ઘટના પહેલાં કલાકાર પ્રત્યેક ચિત્ર વિષયને અને ખા, સ્વતંત્ર અને વિશિષ્ટ સ્વરુપમાં એકલ ચિત્રપે ઉતારે છેઃ તે પછી એકની એક જાતનાં પ્રાણીઓ કે પંખીઓને મનગમતી આકૃતિઓમા ગોઠવે છે અથવા ભિન્નભિન્ન પ્રાણીઓના એકીકરણમાંથી કંઈક અવનવું જ સર્જન કરી બનાવે છે. ફૂલની ડાંખળી અને નાગપાશ (આ. અ. ૩-૪) અમદાવાદના મુસલમાની શિલ્પની એક જાળીમાં એ જ કમળફૂલની ડાંખળીની એવી મનોરમ
૧ જુએ “ગુજરાતનું પાટનગર અમદાવાદ' પૃ૧૫૮.