SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શનનું સ્વરૂપ લેખિકા –પૂ. આર્યાશ્રી મૃગાવતીશ્રીજી] ભારતીય દર્શનમાં છ દર્શને વેદમૂલક છે. જેમ કે વેદાન્ત, સાંખ્ય, ગ, ન્યાય, વૈશેષિક અને મીમાંસા. આ છ દર્શનેમાંથી ત્રણ દર્શનની મૂલ ભિત્તિ પરમાણુવાદ છે. ન્યાય, વૈશેષિક અને મીમાંસા દર્શનમાં પરમાણુઓથી જગતની સૃષ્ટિ બતાવી છે. પૃથ્વી, જલ, તેજ અને વાયુના પરમાણુ હોય છે એટલા માટે પૃથ્વી, જલ, તેજ અને વાયુ નિત્ય અને અનિત્ય એમ બે વિભાગોમાં વિભક્ત છે. નિત્ય પૃથવી, નિત્ય જલ, નિત્ય તેજ અને નિત્ય વાયુ પરમાણુરૂપ છે, કાર્યપૃથ્વી, કાર્ય જલ, કાર્યતેજ, કાર્યવાયુ અનિત્ય કહેવાય છે. પરમાણુ નિત્ય અને સક્રિયપદાર્થ છે. તેનું સ્વરૂપ અત્યંત સૂક્ષમ છે આથી પરમાણુના પરિમાણને, પારિમાંડલ્ય કહે છે. પરમાણુઓમાં ઈશ્વરની ઈચ્છા, પ્રયત્ન અને જ્ઞાનથી ક્રિયા ઉત્પન્ન થાય છે, એમાં જીવનું કોઈ કર્તુત્વ નથી. પ્રલયકાલમાં પરમાણુ વિખરાઈ જતાં સંપૂર્ણ સંસારમાં વ્યાપ્ત બને છે, તેઓમાં દિયા હેવાથી એક પાર્થિવ પરમાણુ બીજા પાર્થિવ પરમાણુની સાથે મળે છે જેને કશુક કહે છે. ત્રણ કશુક મળવાથી ત્રસરશુ થાય છે. ચાર ત્રસરેણુ મળવાથી એક ચતુરણુક બને છે, તે ચતુરણુકથી સૂરમમૃત્તિકા બને છે, તેથી મૃતપિડ થાય છે, તેથી કપાલ બને છે, તેથી ઘટ બને છે. એ જ ક્રમથી જલીય પરમાણુના પરસ્પર સંગથી જળની સૃષ્ટિ થાય છે. આ રીતે તેજ અને વાયુની સૃષ્ટિ થાય છે, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન, આ પાંચ પદાર્થ નિત્ય છે. આમાં આકાશ, કાલ, દિશા અને આત્મા વ્યાપક છે પરંતુ મન અત્યંત પરમાણુસ્વરૂપ લઘુ છે. સૃષ્ટિની આ પ્રક્રિયા ન્યાયદર્શન, વૈશેષિકદર્શન અને મીમાંસાદર્શનમાં સમાન છે. આથી આ ત્રણે દર્શનેમાં પરમાણુવાદ મુખ્ય છે. કેવળ એટલું જ અંતર છે કે મીમાંસાદર્શનમાં કમને પ્રધાનતા આપી છે. કર્મ અર્થાત યજ્ઞાદિક ક્રિયા માનવને વર્ગ અપાવે છે. આ ત્રણ દર્શને સિવાય સાંખ્ય અને પાંતજલ ગદર્શનમાં પ્રકૃતિવાદ પ્રધાન વસ્તુવિષય છે. પ્રકૃતિથી જ સંસારની રચના થાય છે. પ્રકૃતિથી મહતત્વ, મહતત્ત્વથી અહંકાર અને અહંકારથી પચતન્માત્રા, પંચતન્માત્રાથી પંચમહાભૂત પંચમહાભૂતથી સ્થૂલ જગતમાં ઉત્પન્ન થયેલા પદાર્થોની સૃષ્ટિ થાય છે. આથી આ દશામાં પ્રકૃતિવાદનું વિવેચન કરેલું છે. વેદાન્તદર્શનમાં માયાવાદ પ્રધાન વસ્તુ છે. માયાથી જગતની સૃષ્ટિ થાય છે. સવગુ. રજોગુણ, તમોગુણ જેવી રીતે સાંખ્યચગદર્શનમાં કહેલાં છે એવી જ રીતે વેદાન્તદર્શનમાં પણ એને સુષ્ટિનાં સહાયક કહ્યાં છે પરંતુ માયાને જ પ્રધાન સ્થાન આપ્યું છે. માયાનું સ્વરૂપ
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy